શોધખોળ કરો
Advertisement
PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુનિયાની સલામ, વધુ 3 દેશોએ આપ્યો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર
પાપુઆ ન્યુ ગિનીએ પણ પીએમ મોદીને 'કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ'થી સન્માનિત કર્યા હતાં. આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ દેશે પીએમ મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું હોય.
Highest Civilian Award : દુનિયાભરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ડંકો વાગી રહ્યો છે. પીએમ મોદીને આજે સોમવારે 3 દેશોએ તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે. સોમવારે પાપુઆ ન્યુ ગિનીમાં યોજાયેલી ફોરમ ફોર ઈન્ડિયા પેસિફિક આઈલેન્ડ કો-ઓપરેશન એટલે કે FIPICની બેઠકમાં પલાઉ અને ફિજી પ્રજાસત્તાકએ પણ PM મોદીને તેમના દેશનો સર્વોચ્ચ એવોર્ડ આપ્યો હતો.
PM મોદીને પલાઉના પ્રમુખ સુરજેલ એસ વ્હીપ્સ જુનિયર દ્વારા 'અબકાલ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફિજીના વડાપ્રધાન સિત્વિની રાબુકાએ પીએમ મોદીને ફિજીનું સર્વોચ્ચ સન્માન 'કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી' એનાયત કર્યું હતું.
પાપુઆ ન્યુ ગિનીએ પણ પીએમ મોદીને 'કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ'થી સન્માનિત કર્યા હતાં. આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ દેશે પીએમ મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું હોય. આ અગાઉ પણ સાઉદી અરેબિયા, UAE સહિત 9 દેશો તેમને સન્માનિત કરી ચૂક્યા છે.
પીએમ મોદીને સમ્માનિત કરનારા દેશોની યાદી
સાઉદી આરબ
2016માં સાઉદી અરેબિયાએ 'કિંગ અબ્દુલ અઝીઝ અલ સઉદ' એનાયત કર્યો હતો, જે બિન-મુસ્લિમ મહાનુભાવોને આપવામાં આવે છે. કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝે પીએમ મોદીને આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કર્યા.
અફઘાનિસ્તાન
2016માં જ અફઘાનિસ્તાને તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન ગાઝી અમાનુલ્લા ખાન એવોર્ડ એનાયત કર્યો હતો.
પેલેસ્ટાઈન
પેલેસ્ટાઈન પેલેસ્ટાઈન 2018માં પીએમ મોદીને 'ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન'થી સન્માનિત કર્યા હતા. વિદેશી મહાનુભાવોને આપવામાં આવેલું તે પેલેસ્ટાઈનનું સર્વોચ્ચ સન્માન છે.
UAE
2019માં UAEએ PM મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન, ઝાયેદ મેડલથી સન્માનિત કર્યા. રશિયા
રશિયા
2019માં જ 'ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તે રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.
માલદીવ્સ
માલદીવે 2019માં જ પીએમ મોદીને 'નિશાન ઇજ્જુદ્દીન'થી સન્માનિત કર્યા હતા. માલદીવ દ્વારા વિદેશી નાગરિકને આપવામાં આવેલું આ સર્વોચ્ચ સન્માન છે.
બહેરીન
ત્યાર બાદ 2019માં બહેરીનની મુલાકાતે ગયેલા પીએમ મોદીને 'ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં'થી નવાજવામાં આવ્યા હતા. આ બહેરીનનું સર્વોચ્ચ સન્માન પણ છે.
અમેરિકા
2020માં અમેરિકાએ પીએમ મોદીને તેના સર્વોચ્ચ સૈન્ય સન્માન 'લીજન ઓફ મેરિટ'થી નવાજ્યા હતા. આ પુરસ્કાર અમેરિકી સરકાર દ્વારા ઉત્કૃષ્ટ સેવાઓ અને સિદ્ધિઓના પ્રદર્શનમાં અસાધારણ મેરીટોરીયસ આચરણ માટે આપવામાં આવે છે.
ભૂટાન
ભૂટાને ડિસેમ્બર 2021માં પીએમ મોદીને તેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો' એનાયત કર્યો હતો.
આ ઉપરાંત પીએમ મોદીને વિશ્વભરની પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા પણ ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને યુનાઈટેડ નેશન્સ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ, સિઓલ પીસ પ્રાઈઝ, ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ, ગ્લોબલ ગોલકીપર, ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશિપ એવોર્ડ વગેરેથી સન્માનિત કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement