(Source: Poll of Polls)
PM Modi: ડોમિનિકાના સર્વોચ્ચ સન્માન 'એવોર્ડ ઓફ ઓનર'થી સન્માનિત PM મોદી, કોરોનામાં ભારતે કરી હતી મદદ
પીએમ મોદીએ ડોમિનિકાના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત થવા પર રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન, વડા પ્રધાન રૂઝવેલ્ટ સ્કેરિટ અને ડોમિનિકાના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો
The Dominica Award Of Honour: ડોમિનિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’થી સન્માનિત કર્યા છે. ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટને વડાપ્રધાન મોદીને આ સન્માનથી નવાજ્યા હતા. ફેબ્રુઆરી 2021માં વડાપ્રધાન મોદીએ ડોમિનિકાને કોરોના રસી એસ્ટ્રાઝેનેકાના 70 હજાર ડોઝ સપ્લાય કરીને એક મૂલ્યવાન ભેટ આપી હતી. વડાપ્રધાન મોદીની આ મદદ બદલ ડોમિનિકાની સરકારે તેમને તેના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો હતો.
Gratitude to President Sylvanie Burton of Dominica for conferring the 'Dominica Award of Honour' upon me. This honour is dedicated to my sisters and brothers of India. It is also indicative of the unbreakable bond between our nations. pic.twitter.com/Ro27fpSyr3
— Narendra Modi (@narendramodi) November 20, 2024
પીએમ મોદીએ ડોમિનિકાના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત થવા પર રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન, વડા પ્રધાન રૂઝવેલ્ટ સ્કેરિટ અને ડોમિનિકાના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત થયા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ સન્માન માત્ર મારું જ નહીં પરંતુ ભારતના 140 કરોડ લોકો, તેમના મૂલ્યો અને તેમની પરંપરાઓનું છે. આપણે બંન્ને બે લોકશાહી છીએ અને આપણે બંને સમગ્ર વિશ્વ માટે મહિલા સશક્તિકરણના રોલ મોડલ છીએ. તેમણે કહ્યું કે બંને દેશોમાં મહિલા રાષ્ટ્રપતિ છે. ભારત અને ડોમિનિકા વચ્ચે સદીઓ જૂના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો છે. ભારત માટે એ ખૂબ જ સંતોષની વાત છે કે અમે કોવિડ-19 જેવી આપત્તિ દરમિયાન ડોમિનિકાના લોકોની મદદ કરી શક્યા.
તાજેતરમાં ડોમિનિકાની સરકારે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું હતું કે ગુયાનામાં આયોજિત થનારી આગામી ભારત-કેરીકોમ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન મોદીને આ સન્માનથી સન્માનિત કરવામાં આવશે. પીએમ મોદીને સાચા મિત્ર ગણાવતા એમ પણ કહેવામાં આવ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે ડોમિનિકાને સ્વાસ્થ્ય, શિક્ષણ અને આઈટી ક્ષેત્રે ઘણી મદદ કરી છે. જળવાયુ પરિવર્તન સામે લડવામાં ભારત ડોમિનિકાને પણ મદદ કરી રહ્યું છે.
વડાપ્રધાન મોદીને ઘણા દેશોના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા
ઘણા દેશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે. ગયા જૂલાઈમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન મોદીને તેમના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ'થી સન્માનિત કર્યા હતા.