શોધખોળ કરો

PM Modi Sri Lanka Visit: શ્રીલંકામાં 'મિત્ર વિભૂષણ' પુરસ્કારથી સન્માનિત થયા પીએમ મોદી, કહ્યું - આ 140 કરોડ ભારતીયોનું સન્માન

PM Modi Sri Lanka Visit: પીએમ મોદી શ્રીલંકાના પ્રવાસે છે, જ્યાં તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન 'મિત્ર વિભૂષણ' એનાયત કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે આ ફક્ત મારું સન્માન નથી પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે.

PM Modi Sri Lanka Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે (૪ એપ્રિલ) સાંજે ત્રણ દિવસની શ્રીલંકા મુલાકાતે કોલંબો પહોંચ્યા. જ્યાં શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરાથ, આરોગ્ય મંત્રી નલિન્દા જયતિસ્સા અને મત્સ્યઉદ્યોગ મંત્રી રામલિંગમ ચંદ્રશેખર સહિત પાંચ ટોચના મંત્રીઓ તેમનું ખાસ સ્વાગત કરવા માટે એરપોર્ટ પર હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીનું રાજકીય સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું. સ્વતંત્રતા ચોક ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર અને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. શ્રીલંકાની આ તેમની ચોથી મુલાકાત હતી. આ વખતે પીએમ મોદીને શ્રીલંકા મિત્ર વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. શ્રીલંકા સરકાર દ્વારા આપવામાં આવતો આ સર્વોચ્ચ નાગરિક સન્માન છે જે શ્રીલંકા સાથે ખાસ મિત્રતા જાળવી રાખનારા વિદેશી મહાનુભાવોને આપવામાં આવે છે.

શ્રીલંકા સરકારના સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત કરવા પર, પીએમ મોદીએ કહ્યું કે આ સન્માન 140 કરોડ ભારતીયોનું છે. તે શ્રીલંકા અને ભારત વચ્ચેની ઊંડી મિત્રતા અને સહિયારા મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. આ સન્માન પુષ્ટિ આપે છે કે ભારત ફક્ત પાડોશી જ નહીં પણ "સાચો મિત્ર" છે.

આર્થિક અને વિકાસ સહયોગ: રૂ. 10, 0000 કરોડના પ્રોજેક્ટ્સ

ભારત અને શ્રીલંકા વચ્ચે માત્ર રાજદ્વારી સંબંધો જ નથી, પરંતુ જમીની સ્તરે વિકાસ પ્રોજેક્ટ્સ પણ ચાલી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં ઘણા મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારત શ્રીલંકાના ખેડૂતોને સીધો ટેકો આપશે. તેમણે ભારતીય મૂળના તમિલ (IOT) સમુદાય માટે 10,000 કરોડ રૂપિયાની આવાસ અને સામાજિક યોજનાઓની જાહેરાત કરી. આ ઉપરાંત, તેમણે શ્રીલંકા સરકાર સાથે નવા કરાર કર્યા, જેમાં માળખાગત સુવિધા, ડિજિટલ કનેક્ટિવિટી અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

મહત્વાકાંક્ષી કરાર પર હસ્તાક્ષર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે શનિવારે (5 એપ્રિલ) પ્રથમ વખત એક મહત્વાકાંક્ષી સંરક્ષણ સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા. બંને પક્ષોએ ત્રિંકોમાલીને ઉર્જા કેન્દ્ર તરીકે વિકસાવવા માટે એક કરાર પર પણ હસ્તાક્ષર કર્યા. શ્રીલંકાના પૂર્વીય પ્રદેશને નવી દિલ્હીની બહુ-ક્ષેત્રીય ગ્રાન્ટ સહાયનો વિસ્તાર કરવા માટે અન્ય એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.  પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ દિસાનાયકે ડિજિટલ માધ્યમથી સંપુર સૌર ઉર્જા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું.

ભારતે શ્રીલંકાને મદદ કરી

પ્રધાનમંત્રીની શ્રીલંકાની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ ટાપુ દેશ આર્થિક સંકટમાંથી બહાર આવવાના સંકેતો બતાવી રહ્યો છે. ત્રણ વર્ષ પહેલાં, શ્રીલંકા એક મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું અને ભારતે તેને 4.5 અબજ યુએસ ડોલરની નાણાકીય સહાય આપી હતી. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દિસાનાયકે 6 એપ્રિલે ઐતિહાસિક શહેર અનુરાધાપુરાની મુલાકાત લેશે, જ્યાં તેઓ મહાબોધિ મંદિરમાં પ્રાર્થના કરશે. બંને નેતાઓ અનુરાધાપુરામાં ભારતની મદદથી બનેલા બે પ્રોજેક્ટ્સનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Soup Recipe: સ્વાસ્થ્ય માટે વરદાન છે કાળા ચણાનું સૂપ; જાણો તેને તૈયાર કરવાની સિમ્પલ રેસીપી
Soup Recipe: સ્વાસ્થ્ય માટે વરદાન છે કાળા ચણાનું સૂપ; જાણો તેને તૈયાર કરવાની સિમ્પલ રેસીપી
Embed widget