શોધખોળ કરો
Advertisement
આતંકવાદ પર ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનેન ફરી આપ્યો ઝાટકો, કહ્યું- PM મોદી બધું......
પાકિસ્તાન દ્વારા આતંકવાદ પર ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “મને આશા છે કે તમારા પીએમ (નરેન્દ્ર મોદી) આનું સમાધાન કરશે.”
નવી દિલ્હીઃ હ્યૂસ્ટનમાં ‘હાઉડી મોદી’ ઇવેન્ટ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંયુક્ત રાષ્ટ્રસભાનાં 74માં સત્રથી બહાર દ્વિપક્ષીય વાર્તા કરી. આ બેઠકમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ અને ભારત-અમેરિકા વચ્ચેનાં સંબંધો તેમજ વેપારને લઇને વાત થઈ. લગભગ 36 કલાક બાદ બંને દિગ્ગજો ફરી મળ્યા હતા.
પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય પત્રકારોના જવાબ આપતા કહ્યું હતું કે અમે જલ્દી ભારત સાથે ટ્રેડ ડીલ કરીશું. જ્યારે ભારતીય પ્રધાનમંત્રી મોદી સાથે વ્યક્તિગત મિત્રતા વિશે પુછવામાં આવ્યું તો ટ્રમ્પે કહ્યું હતું કે ભારતના લોકો મારી બાજુમાં બેસેલા વ્યક્તિને (નરેન્દ્ર મોદી)ને ઘણો પસંદ કરે છે.
પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનના આતંકવાદને લઈને કબુલનામા ઉપર જ્યારે ટ્રમ્પને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે મેં તેના વિશે વાચ્યું નથી. કૂટનીતિને સાધતા કહ્યું હતું કે ભારતની સાથે ઇરાનનો મુદ્દો વાતચીતમાં સૌથી ઉપર હશે. ટ્રમ્પે પાકિસ્તાનને નંબર વન આતંકવાદી દેશ પણ કહ્યો હતો.
પાકિસ્તાન દ્વારા આતંકવાદ પર ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “મને આશા છે કે તમારા પીએમ (નરેન્દ્ર મોદી) આનું સમાધાન કરશે.” ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, “પીએમ મોદીએ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે.” ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇમરાન ખાન સાથે મારી વાત થઈ છે. મને આશા છે કે કંઇક સારું નીકળશે.” ટ્રમ્પ સાથેની મુલાકાતમાં પીએમ મોદીએ બોલ્યા કે, “હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભારી છું કે તેઓ હ્યૂસ્ટન આવ્યા. તેઓ મારા મિત્ર છે, સાથે જ ભારતનાં પણ મિત્ર છે.” ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે જલદી ટ્રે઼ડ ડીલ થશે. ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, “તમારા પીએમ આનુ સમાધાન જરૂર કરશે. આતંકવાદ પર પીએમ મોદી સાથે ખુલ્લા મને વાતચીત થઈ છે.” આનો સ્પષ્ટ સંકેત હતો કે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે એક્શન લેવા માટે અમેરિકા તરફથી ફ્રી હેન્ડ છે.US President: He (PM Modi) is a great gentleman & a great leader. I remember India before was very torn. There was a lot of dissention,fighting & he brought it all together. Like a father would bring it together. Maybe he is the Father of India. We'll call him the Father of India pic.twitter.com/YhDM3imoxl
— ANI (@ANI) September 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement