શોધખોળ કરો
Advertisement
G-7માં ભારત સભ્ય નથી છતાં પણ કેમ અપાયું આમંત્રણ? જાણો કારણ
જી-7માં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટલી, જાપાન, બ્રિટન અને અમેરિકા જ સામેલ છે. વર્ષ 1977થી આ સમૂહમાં યૂરોપિયન યૂનિયન પણ સામેલ હતું. જોકે આ વખતે ભારતને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેને લઈને નરેન્દ્ર મોદી ફ્રાંન્સ પહોંચ્યા છે.
26 ઓગસ્ટ એટલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7માં ભાગ લેવા પહોંચ્યા છે. જી-7 ગ્રુપમાં દુનિયાના 7 એવા વિકસિત દેશો છે જે દુનિયામાં તમામ પ્રકારના નિર્ણયની દીશા નક્કી કરે છે. જોકે ભારત આ ગ્રુપમાં મેમ્બર નથી છતાં પણ પીએમ નરેન્દ્ર મોદીને ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
જી-7માં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટલી, જાપાન, બ્રિટન અને અમેરિકા જ સામેલ છે. વર્ષ 1977થી આ સમૂહમાં યૂરોપિયન યૂનિયન પણ સામેલ હતું. જોકે આ વખતે ભારતને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેને લઈને નરેન્દ્ર મોદી ફ્રાંન્સ પહોંચ્યા છે.
પહેલા જી-8 ગ્રુપ હતું જેમાં અમેરિકા, કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટલી, જાપાન, બ્રિટન અને રશિયા સામેલ હતાં. યૂરોપીય સંઘ પણ વાર્ષિક શિખર સંમેલનમાં સામેલ હતું પરંતુ જ્યારે અમેરિકાની સત્તાની કમાન બરાક ઓબામાના હાથમાં આવી ત્યારે રશિયા આ ગ્રુપમાંથી બહાર થઈ ગયું હતું. ક્રિમિયા પર રશિયાના કબજા બાદ 2014માં તેને જી-8માંથી બહાર કરી દેવામાં આવ્યું અને ત્યારથી આ જી-7 સમૂહ છે.
ત્રણ દેશોની વિદેશ યાત્રાના પહેલા તબક્કામાં ફ્રાંસ પહોંચેલા પીએમ મોદી સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોએ કહ્યું હતું કે, અમે જી-7 પર વાત કરી હતી. અમે ઈચ્છીએ છીએ કે, ભારત આ સમિટનો ભાગ બને કારણ કે ભારત વગર અમે કેટલાંક મુદ્દા પર આગળ વધી શકતા નથી.
ફ્રાંન્સના રાષ્ટ્રપતિ અને જી-7ના આયોજક દેશ તરીકે મૈક્રોને એવો અધિકાર છે કે, તે આ સમૂહના બહારના કોઈ અન્ય દેશને પણ બોલાવી શકે છે. ભારતને મળેલા આ આમંત્રણથી એ સ્પષ્ટ થાય છે કે, દુનિયાભરમાં દેશની તાકાત વધી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion