શોધખોળ કરો
Advertisement
ઇઝરાયેલની ચૂંટણીમાં લાગ્યા પીએમ મોદીના પૉસ્ટર, કોને લગાવ્યા ને કેમ લગાવ્યા આવા પૉસ્ટર, જાણો વિગતે
લિકુડે પાર્ટીએ પોતાના નેતા અને ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની વિદેશ નીતિની ઉપલબ્ધિઓ ગણાવવા માટે આ તસવીરો લગાવી છે
નવી દિલ્હીઃ ઇઝરાયેલમાં આગામી સપ્ટેમ્બર મહિનામાં ચૂંટણી યોજાવવાની છે. આ ચૂંટણીની તૈયારીઓમાં શાસક અને વિપક્ષ પાર્ટીઓ લાગી ગઇ છે. ઇઝરાયેલની ચૂંટણી પ્રચારમાં ઉતરેલી પીએમ બેન્જામિન નેતન્યાહૂની પાર્ટી લિકુડે ખાસ તસવીરો અને વીડિયો દ્વારા પ્રચાર શરૂ કર્યો છે. આ તસવીરોમાં પીએમ મોદી અને નેતન્યાહૂ હાથ મિલાવતા દેખાઇ રહ્યાં છે.
સપ્ટેમ્બરમાં યોજાનારી ચૂંટણીના પ્રચારમાં બેન્જામિન નેતન્યાહૂએ અનોખો પ્રચાર શરૂ કર્યો છે, જેમાં તેને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ગર્મજોશીથી હાથ મિલાવતા દેખાઇ રહ્યાં છે.
ખાસ વાત એ છે કે લિકુડે પાર્ટીએ પોતાના નેતા અને ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની વિદેશ નીતિની ઉપલબ્ધિઓ ગણાવવા માટે આ તસવીરો લગાવી છે. એટલુ જ નહીં કેટલાક વીડિયો પણ પ્રચારમાં આવ્યા છે. નેતન્યાહૂએ પોતાના કાર્યકાળ દરમિયાન વિદેશ નીતિ મજબૂત કરી હતી.
ההודים מסקרים בהרחבה את העובדה שראש הממשלה שלהם מככב במערכת הבחירות בישראל pic.twitter.com/brAipkRfw0
— Amichai Stein (@AmichaiStein1) July 28, 2019
નોંધનીય છે કે, ઇઝરાયેલમાં આ વર્ષે નવમી એપ્રિલે ચૂંટણી થઇ હતી, આ ચૂંટણીમાં નેતન્યાહૂની પાર્ટી લિકુડને પૂર્ણ બહુમતી ન હતી મળી, વળી ગઠબંધન બનાવવામાં પણ નિષ્ફળ રહી હતી. એટલે હવે ઇઝરાયેલમાં સપ્ટેમ્બરમાં ફરીથી ચૂંટણી થવાની છે.נתניהו. ליגה אחרת. pic.twitter.com/07YGtjfXwL
— Benjamin Netanyahu (@netanyahu) July 28, 2019
ליגה אחרת pic.twitter.com/EvtmMyZs5p
— הליכוד (@Likud_Party) July 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement