શોધખોળ કરો
મહિલાએ તોડ્યો કોરોના નિયમ, દંડના બદલે પોલીસવાળાએ કરી લીધી કિસ અને પછી.....
એક ટીવી ચેનલ પર ઘટનાનુ ફૂટેજ શૅર કરવામાં આવ્યું હતુ. શરૂઆતમાં પોલીસકર્મી મહિલાની જાણકારી પોતાના નોટપેડ પર લખે છે તે દરમિયાન મહિલા પોલીસકર્મીની ખુબ નજીક આવી જાય છે.
પેરૂમાં એક ખૂબ જ શોકિંગ ઘટના સામે આવી છે અને તેના કારણે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન કરનારી મહિલાને દંડ ફટકારવાના બદલે કિસ કરીને તેને છોડી દીધી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયો વાયરલ થયા બાદ તે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો અને સમગ્ર કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી.
એક ટીવી ચેનલ પર ઘટનાનુ ફૂટેજ શૅર કરવામાં આવ્યું હતુ. શરૂઆતમાં પોલીસકર્મી મહિલાની જાણકારી પોતાના નોટપેડ પર લખે છે તે દરમિયાન મહિલા પોલીસકર્મીની ખુબ નજીક આવી જાય છે અને થોડી વાર બાદ પોલીસ ઓફીસર મન બનાવી લે છે અને કિસ કરી લે છે.
હજુ સુધી પોલીસકર્મીનું નામ સામે નથી આવ્યું પરંતુ પેરુની રાજધાની લીમાના અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. જેના હેઠળ પોલીસકર્મીને કેટલાક સમય માટે નોકરીમાંથી સસપેન્ડ કરી દેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે તે પોલીસકર્મી પર કોઇ પ્રકારનો આરોપ નથી લાગ્યો તેનો રેકોર્ડ એકદમ ક્લિયર છે.
મિરાફ્લોરેસ જિલ્લાના સુરક્ષા પ્રભારીના કહેવા પ્રમાણે કેસ સામે આવ્યા બાદ મેયરે તરત તે અધિકારને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. એક અજ્ઞાત મહિલા સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી અને તે અધિકારીએ મહિલાને તે માટે મંજૂરી આપી. એટલું જ નહીં, પોતાનું માસ્ક ઉતારીને તે મહિલાને કિસ પણ કરી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બોલિવૂડ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement