President Joe Biden : જો બાઇડન નહી લડે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી, જાણો કેમ લીધો નિર્ણય?
અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઇડન પોતાની ઉમેદવારી છોડી શકે છે. ન્યૂઝમેક્સે તેના સૂત્રોને ટાંકીને કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થઈ શકે છે
President Joe Biden : અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઇડન પોતાની ઉમેદવારી છોડી શકે છે. ન્યૂઝમેક્સે તેના સૂત્રોને ટાંકીને કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થઈ શકે છે. પત્રકાર માર્ક હેલ્પેરિને કહ્યું કે રાષ્ટ્રપતિ બાઇડન ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે પદ છોડવા માટે સહમત થયા છે. તેઓ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને તેમના ઉત્તરાધિકારી તરીકે સમર્થન નહીં આપે. તે એક ઉમેદવાર માટે ખુલ્લી પ્રક્રિયાને સમર્થન આપશે, જે કેટલાક અન્ય ઉમેદવારો માટે માર્ગ ખોલી શકે છે. જો કે એવા પણ અહેવાલો છે કે કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવી શકે છે.
BREAKING NEWS: President Joe Biden has reportedly agreed to step down as the Democratic nominee for President of the United States as early as this weekend, sources tell political analyst Mark Halperin.
— NEWSMAX (@NEWSMAX) July 18, 2024
Biden will also reportedly endorse an open convention, and not VP Kamala… pic.twitter.com/9BY28Uxa0H
ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ડિબેટ પછી ઉઠવા લાગ્યો હતો અવાજ
તાજેતરની પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઇડન પર ભારે પડતા જોવા મળ્યા હતા. ત્યારબાદ બાઇડનના સ્વાસ્થ્ય અને ખરાબ પ્રદર્શનને લઈને સવાલો ઉઠવા લાગ્યા હતા. હવે જો બાઇડન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી શકે છે. ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાના અહેવાલમાં કહ્યું કે તેમના નજીકના લોકો માને છે કે બાઇડને આ વિચારને સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. હવે તેમને એવું પણ લાગવા લાગ્યું છે કે તેઓ નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી જીતવા માટે સક્ષમ નથી.
કમલા હેરિસે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની શોધ શરૂ કરી
ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે ડેમોક્રેટિક પાર્ટીના વરિષ્ઠ નેતાઓને લાગે છે કે બાઇડન હવે પાછળ હટી જશે. નોંધનીય છે કે બે દિવસ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ કહ્યું હતું કે આ વખતે બાઇડનની જીતની શક્યતા ઘણી ઓછી છે. વોશિંગ્ટન પોસ્ટે તેના અહેવાલમાં એમ પણ કહ્યું કે ગુરુવારે રાત સુધી એવી અટકળો ચાલી રહી હતી કે બાઇડન કોઇ પણ સમયે ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી શકે છે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પક્ષના ઉમેદવાર બનવાની સંભાવના વચ્ચે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે વિકલ્પો શોધવાનું શરૂ કર્યું છે.
ટ્રમ્પને પોતાના પર થયેલા હુમલાનો મળશે ફાયદો
તાજેતરમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયો હતો. અમેરિકાના રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે તેના કારણે અમેરિકન લોકોના મત સહાનુભૂતિના રૂપમાં ટ્રમ્પના પક્ષમાં આવી શકે છે. તેથી જ બાઇડનની જીતવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે.