શોધખોળ કરો
Advertisement
PM મોદી G7 શિખર સંમેલનમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચ્યા, ભારતીય સમુદાયે કર્યું સ્વાગત
પીએમ મોદીએ ભારતથી રવાના થતાં પહેલા કહ્યું તું કે તેમની આ યાત્રાથી ભારતના સદાબહાર મિત્રોનો સાથ અને સંબંધ વધુ મજબૂત બનશે અને સહયોગના નવા ક્ષેત્રો અંગે ચર્ચા થશે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોની યાત્રાના પ્રથમ તબક્કામાં ગુરુવારે 2 દિવસીય યાત્રા પર ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચી ગયા છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી ઇમૈનુએલ મેક્રોં અને પ્રધાનમંત્રી એડવર્ડ ફિલિપની સાથે દ્વીપક્ષીય બેઠક કરશે. વડાપ્રધાન મોદીનું અહીં એરપોર્ટ પર યુરોપ અને વિદેશ મામલાના મંત્રી જીન યેવ્સ લે ડ્રાયને સ્વાગત કર્યું. અહીં ભારતીય સમુદાયે તેઓનું શાનદાર સ્વાગત કર્યું હતું.
પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોં સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ ભારતથી રવાના થતાં પહેલા કહ્યું તું કે તેમની આ યાત્રાથી ભારતના સદાબહાર મિત્રોનો સાથ અને સંબંધ વધુ મજબૂત બનશે અને સહયોગના નવા ક્ષેત્રો અંગે ચર્ચા થશે.France: Prime Minister Narendra Modi arrives at Charles de Gaulle Airport in Paris. PM Modi will hold bilateral meetings with France President Emmanuel Macron & Prime Minister Edouard Philippe on the two-day official visit pic.twitter.com/80DZV1JThD
— ANI (@ANI) August 22, 2019
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદી 22 અને 23 ઓગસ્ટ સુધી ફ્રાન્સમાં દ્વીપક્ષીય બેઠકમાં ભાગ લેવાના છે. નરેન્દ્ર મોદી ભારતીય લોકોને પણ મળશે અને 1950 અને 1960માં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની યાદમાં મેમોરિયલ પણ સમર્પિત કરશે. 25 અને 26 ઑગષ્ટ સુધી પીએમ મોદી G-7મીટિંગમાં પણ ભાગ લેવાના છે.Landed in France, marking the start of a key bilateral visit. India and France enjoy extremely friendly ties and have been working together bilaterally and multilaterally for years. This visit will add to the ground covered during previous interactions with the French leadership. pic.twitter.com/iYQJa4allB
— Narendra Modi (@narendramodi) August 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement