શોધખોળ કરો
Advertisement
PM મોદીને મળ્યો ‘સિયોલ શાંતિ પુરસ્કાર’, સન્માનની રકમ નમામિ ગંગે પ્રોજેક્ટને કરી સમર્પિત
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે દક્ષિણ કોરિયામાં કોરિયામાં ‘સિયોલ શાંતિ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા છે. પીએમ મોદી આ સન્માન પ્રાપ્ત કરનારા પ્રથમ ભારતીય છે. આ સન્માન સાથે 2 લાખ યૂએસ ડૉલર મળશે જે ભારતીય રૂપિયા પ્રમાણે લગભગ 1.30 કરોડ રૂપિય હશે. આ પહેલા આ સન્માન પૂર્વ યૂએન મહાસચિવ કોફી અન્નાન અને જર્મનીના ચાંસલર એન્જેલા માર્કેલને મળી ચુક્યું છે.
વડાપ્રધાન મોદીએ પુરસ્કાર સમારોહમાં કહ્યું કે, આ સન્માન સાથે મળનારી રકમ તેઓ નમામિ ગંગે અભિયાનમાં આપી રહ્યાં છે. પીએમ મોદીએ આ સન્માન તેમની એક્ટ ઇર્સ્ટ પોલિસી અને એવા અનેક પગલા લીધા છે જેના કારણે આપવામા આવ્યો છે. પીએમ મોદીનું આ પુરસ્કાર માટે 1300 ઉમેદવારોમાંથી પસંદગી કરવામાં આવી છે.
પુલવામા હુમલો: ભારતની મોટી કાર્યવાહી, પાકિસ્તાન જનાર ત્રણ નદીઓનું પાણી રોકશે
પુરસ્કાર મળ્યા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ સન્માન ભારતના લોકોને સમર્પિત છે. તેઓએ કહ્યું કે પુરસ્કાર ભારતીય વસુધેવ કુટુંબકમની વિચારધારની સ્વીકૃતિ કરે છે. મહાત્મા ગાંધીની 150મી જયંતીવાળા વર્ષમાં આ પુરસ્કાર મળવું એ ખૂબજ સન્માનની વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય દક્ષિણ કોરિયાની યાત્રા પર છે. પોતાની યાત્રાના બીજા દિવસે તેમને આ સન્માન આપવામાં આવ્યું છે.
સિયોલ શાંતિ પુરસ્કારની શરુઆત 1990માં થઇ હતી. વડાપ્રધાન મોદીએ આ પહેલા સંયુક્ત રાષ્ટ્રનું સર્વોચ્ચ પ્રર્યાવરણ પુરસ્કાર ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ મળી ચુક્યો છે.
5 કરોડથી વધારે કર્મચારીઓને થશે ફાયદો, પીએફ પર વ્યાજ દર 8.55 ટકાથી વધી 8.65 ટકા થયું
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement