(Source: ECI/ABP News/ABP Majha)
Afghanistan Crisis: કાબુલમાં પાકિસ્તાન સામે પ્રદર્શન, મહિલા સહિતના દેખાવકારોએ લગાવ્યા આઝાદીના નારા
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ વિરોધનો સૂર ઉઠવા લાગ્યો છે. આજે કાબુલમાં પાકિસ્તાન દૂતાવાસ બહાર મોટી સંખ્યામાં અફઘાની નાગરિકો વિરોધ કરવા એકત્ર થયા હતા. જેમાં મહિલાઓ પણ સામેલ હતી.
Afghanistan Crisis: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ વિરોધનો સૂર ઉઠવા લાગ્યો છે. આજે કાબુલમાં પાકિસ્તાન દૂતાવાસ બહાર મોટી સંખ્યામાં અફઘાની નાગરિકો વિરોધ કરવા એકત્ર થયા હતા. જેમાં મહિલાઓ પણ સામેલ હતી. આ દરમિયાન દેખાવકારઓ પાકિસ્તાન પાકિસ્તાન, અફઘાનિસ્તાન છોડો, આઝાદી-આઝાદીના નારા લગાવ્યા હતા.
પાકિસ્તાન સામે ઉઠી રહેલા અવાજને દબાવવા માટે તાલિબાને ફાયરિંગ કરીને ભીડને વિખેરી નાંખી હતી. ટોલો ન્યૂઝ તરફથી જાહેર કરવામાં આવેલા વીડિયોમાં ભીડને ભાગતાં અને ફાયરિંગનો પણ સાંભળવા મળે છે.
Afghanistan | Taliban have detained TOLOnews cameraperson Wahid Ahmadi who was filming the protest today in Kabul, the news outlet says
— ANI (@ANI) September 7, 2021
આ ઉપરાંત તાલિબાનના યોદ્ધાએ વિરોધ પ્રદર્શનનું કવરેજ કરી રહેલા ટોલો ન્યૂઝના કેમેરામેને વાહીદ અહમદીને ધરપકડ કરીને તેનો કેમેરો કબ્જે કર્યો હતો. ટોલો ન્યૂઝે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
#WATCH | Afghan nationals including women raise slogans like "Death for Pakistan, Azadi " outside the Pakistan embassy in Kabul, Afghanistan pic.twitter.com/On1XdfIc5u
— ANI (@ANI) September 7, 2021
પંજશીરમાં તાલિબાનના ઠેકાણાઓ પર સોમવાર મોડી રાત્રે હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલાઓથી તાલિબાનીઓને મોટું નુકસાન થયું છે. અજ્ઞાત વિમાનો દ્વારા આ હુમલા કરવામાં આવ્યા છે. મોહમ્મદ અલ્સુલ્માની દ્વારા ટ્વિટ કરી લખવામાં આવ્યું કે અજ્ઞાત વિમાનો તાલિબાનના ઠેકાણાઓ પર હુમલો કરીને ભાગ્યા અને રેઝિસ્ટેંટ ફોર્સિસવાળા વિસ્તારોમાં ચાલ્યા ગયા.