WTC Points Table: ઓવલ ટેસ્ટ જીતીને WTC પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ટીમ ઈન્ડિયા
WTC Points Table: આઈસીસીએ ડબલ્યુટીસીની બીજી સીઝનમાં પોઇન્ટ સિસ્ટમમાં બદલાવ કર્યો છે. જે અંતર્ગત મેચ જીતનારી ટીમે 12 પોઈન્ટ અપાશે, મેચ ટાઈ થાય તો 6-6 અને ડ્રો જાય તો 4-4 પોઇન્ટ મળશે.
IND vs ENG : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારત પાંચ મેચનીશ્રેમીમાં 2-1થી આગળ થઈ ગયું છે. ભારત ઓવલમાં 50 વર્ષ બાદ ટેસ્ટ મેચ જીત્યું હતું. ઓવલમાં રમાયેલા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ જીત માટે 368 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે અંગ્રેજ ટીમ 210 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 2-1ની લીડ લીધી છે. ભારત છેલ્લે આ મેદાન પર 1971માં અજીત વાડેકરની કેપ્ટનશીપમાં જીત્યું હતું. આ જીતની સાથે ભારત પોઇન્ટ ટેબલમાં 26 અંક સાથે ટોપ પર પહોંચી ગયું છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની બીજી સીઝન અંતર્ગત ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ સીરિઝ રમી રહ્યું છે. ટીમે અત્યાર સુધીમાં રમેલી ચાર ટેસ્ટમાંથી બે મેચમાં જીત મેળવી છે. જ્યારે એક મેચમાં હાર અને એક ડ્રો રહી છે. ડબલ્યુટીસીની બીજી ઝન 2021 થી 2023 સુધી ચાલશે. દરેક ટીમો ગત સીઝનની જેમ આ વખતે પણ 6-6 સીરિઝ રમશે. જેમાં ત્રણ સીરિઝ ઘર આંગણે અને ત્રણ સીરિઝ વિદેશમાં રમશે. પ્રથમ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત અને ન્યૂઝિલેન્ડ ફાઇનલમાં પહોંચ્યા હતા અને કિવી ટીમ વિજેતા બની હતી.
કઈ રીતે ગણાય છે પોઈન્ટ
આઈસીસીએ ડબલ્યુટીસીની બીજી સીઝનમાં પોઇન્ટ સિસ્ટમમાં બદલાવ કર્યો છે. જે અંતર્ગત મેચ જીતનારી ટીમે 12 પોઈન્ટ અપાશે, મેચ ટાઈ થાય તો 6-6 અને ડ્રો જાય તો 4-4 પોઇન્ટ મળશે. આ વખતે ટીમ રેંકિંગનો ફેંસલો પર્સેંટેજ પોઇન્ટના આધારે કરાશે. ઉપરાંત સ્લો ઓવર રેટ માટે પોઇન્ટ કાપવામાં આવશે.
ભારતના કેટલા છે પોઇન્ટ
બે જીત અને એક ડ્રો સાથે આ સીરિઝમાં ભારતના કુલ 28 પોઇન્ટ હતા પરંતુ બે અંક સ્લો ઓવરના રેટના કારણે કારણે કાપવામાં વ્યા છે. પર્સેટેંજ પોઇન્ટની વાત કરીએ તો ભારત પાસે હાલ 54.16 ટકા અંક છે. જ્યારે બીજા નંબરે રહેલા ઇંગ્લેન્ડ પાસે 29.16 અંક છે.