આ બર્ફીલા દેશોમાં ભીષણ ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, અત્યાર સુધીમાં અનેક લોકોના ગરમીને કારણે મોત
પર્યાવરણ વિભાગે બ્રિટીશ કોલમ્બીયા, અલબર્ટા અને સાસ્કોચેવન, મૈનિટોબા, યુફોન અને અન્ય પશ્ચિમી ક્ષેત્રો માટે એલર્ટ જાહેર કર્યુ છે.
ન્યૂયોર્ક : ઉત્તર અમેરિકા ખંડના બે મુખ્ય દેશો કેનેડા અને અમેરિકા તેની કડકડતી ઠંડી માટે જાણીતા છે. આવા ઠંડા પ્રદેશમાં ગરમીને કારણે છેલ્લા પાંચ દિવસમાં 230 લોકોના મોત થયા છે. આ મોત કેનેડાના એકલા બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં શુક્રવારથી આજ સુધીમાં નોંધાયા છે. હવામાનને કારણે કેનેડામાં થનારા મોતમાં આ સૌથી મોટો આંકડો છે. બ્રિટિશ કોલંબિયાના લીટોન નગરમાં તો તાપમાન ૪૯.૫ ડીગ્રીથી વધારે નોંધાયુ હતુ. કેનેડાના ઈતિહાસમાં આ સૌથી ઊંચુ તાપમાન છે. કેનેડાના કોઈ પણ સ્થળે અગાઉ ક્યારેય પણ આવુ તાપમાન નોંધાયુ નથી. અનેક શહેરોમાં તાપમાન સામાન્ય રીતે હોય એના કરતા ૮-૯ ડીગ્રી વધારે નોંધાઈ રહ્યું છે.
કેનેડાના પર્યાવરણ વિભાગે બ્રિટીશ કોલમ્બીયા, અલબર્ટા અને સાસ્કોચેવન, મૈનિટોબા, યુફોન અને અન્ય પશ્ચિમી ક્ષેત્રો માટે એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં જણાવાયુ છે કે લાંબા સમય સુધી ખતરનાક અને ગરમીની લહેર આ સપ્તાહ સુધી બની રહેશે.
યુએસ નેશનલ સર્વિસએ પણ ચેતવણી જારી કરી કહ્યું છે કે, લોકોએ ઠંંડી જગ્યાએ રહેવુ જોઇએ, બહાર નીકળવાથી બચવુ જોઇએ, ખુબ પાણી પીવુ જોઇએ. કાળઝાળ ગરમીના કારણે સ્કૂલો અને કોવિડ રસી કેન્દ્રો બંધ કરાયા છે. જ્યારે તંત્રએ ઠેર-ઠેર પાણીના ફુવારા સ્થાપીત કર્યા છે. કેનેડામાં ગરમીના કારણે શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. માત્ર કેનેડા જ નહીં ઉત્તર-પશ્ચિમ અમેરિકાના અનેક શહેરો પણ ગરમીમાં સેકાઇ રહ્યા છે.
કેનેડા અને અમેરિકામાં ગરમીએ વિતેલા તમામ રેકોર્ડ તોડ્યા છે. ઓરેગનમાં ગરમીને કારણે 60થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે રાજ્યની સૌથી મોટી કાઉન્ટી મુલ્ટનોમાં પણ સ્થિતિ ખરાબ છે. અહીં લુને કારણે 45 લકોના મોત થયા છે. કેનેડાના પશ્ચિમી પ્રાંત બ્રિટિશ કોલંબિયાના મુખ્ય કોરોનર લીસા લેપોઇંતે કહ્યું કે, “શુક્રવારથી બુધવાર બપોર સુધીમાં ઓછામાં ઓછા 486 લોકોનું અચાનક મોત થયા”ના અહેવાલ મળ્યા છે. જોકે તેમણે એ પણ કહ્યું કે, ચોક્કસ જાણકારી હાલમાં આપવી એ ઉતાવળભર્યું હશે કે મોત ગરમીને કારણે જ થયા છે.
કેનેડાના પર્યાવરણ વિભાગે બ્રિટીશ કોલમ્બીયા, અલબર્ટા અને સાસ્કોચેવન, મૈનિટોબા, યુફોન અને અન્ય પશ્ચિમી ક્ષેત્રો માટે એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં જણાવાયુ છે કે લાંબા સમય સુધી ખતરનાક અને ગરમીની લહેર આ સપ્તાહ સુધી બની રહેશે.યુએસ નેશનલ સર્વિસએ પણ ચેતવણી જારી કરી કહ્યું છે કે, લોકોએ ઠંડી જગ્યાએ રહેવુ જોઇએ, બહાર નીકળવાથી બચવુ જોઇએ, ખુબ પાણી પીવુ જોઇએ. કાળઝાળ ગરમીના કારણે સ્કૂલો અને કોવિડ રસી કેન્દ્રો બંધ કરાયા છે. જ્યારે તંત્રએ ઠેર-ઠેર પાણીના ફુવારા સ્થાપીત કર્યા છે. કેનેડામાં ગરમીના કારણે શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. માત્ર કેનેડા જ નહીં ઉત્તર-પશ્ચિમ અમેરિકાના અનેક શહેરો પણ ગરમીમાં સેકાઇ રહ્યા છે.
અમેરિકા-કેનેડાની ગરમીનું મુખ્ય કારણ હીટ ડોમ નામની પર્યાવરણીય સ્થિતિ છે. આ સ્થિતિને કારણે અમેરિકા-કેનેડાના વાસીઓને સદીઓમાં ન સહન કરી હોય એટલી ગરમી સહન કરવાનો વારો આવ્યો છે. સામાન્ય રીતે જ્યાં તાપમાન ૩૦-૩૫ ડીગ્રીએ પહોંચે તો પણ બહુ ગરમી ગણાતી હોય એવા નગરોમાં પારો ૪૬ ડીગ્રીને વટાવી ચૂક્યો છે. કેનેડા તો તેની ઠંડી માટે જાણીતો દેશ છે. શિયાળામાં કેનેડામાં તાપમાન માઈનસ ૨૦ ડીગ્રી સુધી પહોંચતું હોય છે. કેનેડામાં લઘુતમ તાપમાનનો રેકોર્ડ તો સાંગ નામના ગામનો છે. એ ગામમાં ૧૯૪૭ની ૩જી ફેબ્રુઆરીએ -૬૩ ડીગ્રી તાપમાન નોંધાયુ હતું.