ભારત સરકારના એક નિર્ણયથી અમેરિકામાં લોકોમાં મચી દોડધામ, કેમ કરવા લાગ્યા ચોખાનો સ્ટોક?
અમેરિકામાં સુપરમાર્કેટમાં ચોખા ખરીદવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે
ભારત સરકારે ભૂતકાળમાં ચોખાની નિકાસને લઈને મોટો નિર્ણય લીધો હતો. આ હેઠળ કેન્દ્રએ બાસમતી ચોખા સિવાય તમામ પ્રકારના કાચા ચોખા (નોન-બાસમતી સફેદ ચોખા) ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આગામી તહેવારોની સીઝન દરમિયાન સ્થાનિક માંગમાં વધારો અને છૂટક કિંમતો પર નિયંત્રણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધની મોટી અસર અમેરિકી બજારોમાં જોવા મળી રહી છે અને સુપરમાર્કેટમાં ચોખા ખરીદવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. જોકે, અમે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અને તસવીરોની પુષ્ટી કરતા નથી
So it begins. India has banned some rice exports and now people are panic buying up rice. pic.twitter.com/ujpm66ER3n
— Ian Miles Cheong (@stillgray) July 23, 2023
ચોખા ખરીદવા બજારોમાં ભીડ ઉમટી હતી
ખાદ્ય મંત્રાલય દ્વારા ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બાસમતી ચોખા અને તમામ પ્રકારના ચોખાના નિકાસની નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે માત્ર નોન-બાસમતી કાચા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે ભારતમાંથી બાસમતી ચોખાની મોટા પાયે નિકાસ થાય છે. નોન-બાસમતી ચોખાના સ્થાનિક ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ પછી અમેરિકામાં ચોખા ખરીદવા માટે સર્જાયેલી દોડધામનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
#RiceExportBan US going crazy. This is at Costco.
— Anjan Dukh Bhanjan (@YehLoKalloBaat) July 22, 2023
(Received via a friend) pic.twitter.com/lOOucTlKf0
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા શોપિંગના વીડિયો અને તસવીરો જોઈને ભારત દ્વારા ચોખાની નિકાસ પરના પ્રતિબંધની અસરનો અંદાજ લગાવી શકાય છે. સ્થાનિક લોકો ત્યાંના સ્ટોરના વીડિયો ટ્વિટર પર શેર કરી રહ્યા છે. આ અંગેના અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લોકો રજા લઇને ચોખા ખરીદવા માટે લાઇનો લગાવી રહ્યા છે. સ્ટોરની અંદર દરેક વ્યક્તિ 10-10 પેકેટ ચોખા ખરીદતો જોવા મળે છે. અહીં 9 કિલો ચોખાનું પેકેટ 27 ડોલર (રૂ. 2215)માં વેચાઈ રહ્યું છે.
લોકોએ લાંબી કતારો લગાવી
જોકે, અમે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અને તસવીરોની પુષ્ટી કરતા નથી. પરંતુ એક રિપોર્ટમા દાવો કરાઇ રહ્યો છે કે સુપર માર્કેટની બહાર લોકોને ચોખા ખરીદવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી છે. નોંધનીય છે કે ભારતીય મૂળના લોકો મોટા પાયે અમેરિકામાં રહે છે અને ચોખા તેમના રોજિંદા ખોરાકનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
અમેરિકામાં ભારતમાંથી નિકાસ થતા ચોખાનો ભારે વપરાશ થાય છે અને ભારતના ચોખા પ્રતિબંધના નિર્ણયને કારણે ત્યાં આવી સ્થિતિ સર્જાઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સ્ટોર્સ પર આ ભીડને જોતા ઘણી જગ્યાએ ચોખા ઊંચા અને મનફાવે તેવા ભાવે વેચવામાં આવી રહ્યા છે.
ભારતમાંથી આ 5 દેશોમાં સૌથી વધુ નિકાસ થાય છે
દેશમાંથી નિકાસ થતા કુલ ચોખામાં નોન-બાસમતી સફેદ ચોખાનો હિસ્સો લગભગ 25 ટકા છે. ભારતમાંથી નોન-બાસમતી સફેદ ચોખાની કુલ નિકાસ 2022-23માં 4.2 મિલિયન અમેરિકન ડોલર હતી જે અગાઉના નાણાકીય વર્ષ એટલે કે 2021-22માં 2.62 મિલિયન ડોલર હતી. ભારત થાઇલેન્ડ, ઇટાલી, સ્પેન, શ્રીલંકા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વધુ નોન-બાસમતી ચોખાની નિકાસ કરે છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લગભગ 15.54 લાખ ટન સફેદ ચોખાની નિકાસ કરવામાં આવી છે, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં માત્ર 11.55 લાખ ટન હતી, એટલે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિકાસમાં 35 ટકાનો વધારો થયો છે.
આ કારણે સરકારે પ્રતિબંધ મૂક્યો છે
માત્ર આ પાંચ દેશોમાં જ નહીં ભારત વિશ્વના 100થી વધુ દેશોમાં ચોખાની નિકાસ કરે છે. 2012થી ભારત ચોખાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. હવે, ભારત સરકારના નિકાસ પર પ્રતિબંધના અચાનક નિર્ણયોને કારણે, આવી સ્થિતિ અમેરિકા સિવાય અન્ય દેશોમાં પણ જોવા મળી શકે છે. સરકારે નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકીને સ્થાનિક બજારમાં વધતી કિંમતોને રોકવાનો નિર્ણય લીધો છે.
છેલ્લા કેટલાક દિવસોથી ચોખાના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે, આ મહિનામાં ચોખાના ભાવમાં 10 થી 20 ટકાનો વધારો થયો છે. જોકે ચોખાની નિકાસને અમુક શરતો સાથે મંજૂરી આપવામાં આવશે. જો નોટિફિકેશન પહેલા જહાજોમાં ચોખાનું લોડિંગ શરૂ થઈ ગયું હોય તો તેની નિકાસને મંજૂરી આપવામાં આવશે.