શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઢાકા હુમલામાં વપરાયેલી બંદૂકો ભારતમાં બની હતી, PAK અેક્સપર્ટે કરી હતી મદદ
નવી દિલ્લી: એનઆઈએની તપાસમાં ખૂલાસો થયો છે કે ઢાકામાં ગુલશન કાફેમાં થયેલા હુમલામાં ભારતમાં બનાવવામાં આવેલી બંદૂક ઉપયોગમાં લેવામાં આવી હતી. કોલકાતા એસટીએફની કાર્યવાહીમાં પકડાયેલા એક આતંકીએ એનઆઈએને જણાવ્યું છે. એ પણ સામે આવ્યું છે કે બંદૂક બનાવવા માટે પાકિસ્તાની એક્સપર્ટે મદદ કરી હતી.
કોલકાતા એસટીએફે હુમલામાં જાડાયેલા છ લોકોની ધરપકડ કરી હતી. ઢાકા હુમલામાં 20 વિદેશી નાગરિકોના મોત થયા હતા. જેમાં એક ભારતીય પણ સામેલ હતો. પકડાયેલા આતંકી મુજબ પાકિસ્તાનમાં બંદૂક બનાવવા વાળાએ મુંગેરના બંદૂક બનાવવા વાળાને ટ્રેનિંગ આપી હતી. બોર્ડર પરના વિસ્તારમાં એકે-22 બંદૂક બનાવાઈ હતી. ત્યારબાદ સ્મગ્લિંગની મદદથી હથિયારોને ઢાકા પહોંચાડવામાં આવ્યા હતા.
ઢાકામાં એક કાફેમાં હથિયાર બંદ હમલાવરોએ 20 બંધકોની હત્યા કરી હતી. સશસ્ત્ર દળોના નેતૃત્વ અભિયાન પહેલા જ આતંકવીદિયોએ લોકોની હત્યા કરી હતી. જે લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા તેમાંથી મોટાભાગના લોકોના ગળા કાપવામાં આવ્યા હતા. માર્યો ગયેલા 20 બંધક વિદેશી નાગરિકો હતા. મૃત્યું પામેલાઓની યાદીમાં એક ભારતીય છોકરી પણ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion