ભીષણ યુદ્ધની વચ્ચે Elon Musk આવ્યા યૂક્રેનના પડખે, અંતરિક્ષમાંથી મોકલી આ મોટી મદદ, જાણો વિગતે
કિવના અધિકારીઓએ ટેક ટાઇટનને તેમના મુશ્કેલીગ્રસ્ત દેશમાં આ સુવિધા આપવા વિનંતી કરી હતી.
નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે અમેરિકાએ ખુલ્લી મદદ કરવાનુ શરૂ કરી દીધુ છે. આ બધાની વચ્ચે અમિરકન અમીર વ્યક્તિ એલન મસ્ક (Elon Musk) યૂક્રેનની મદદ માટે આગળ આવ્યો છે. યૂક્રેન તરફથી કરવામા આવેલી મદદની અપીલને લઇને એલન મસ્કે ત્યાં ઇન્ટરનેટ સેવા શરૂ કરી દીધી છે. એલન મસ્કે શનિવારે કહ્યું કે તેની કંપની સ્પેસએક્સની સ્ટારલિન્ક સેટેલાઇટ બ્રૉડબેન્ડ સેવા (SpaceX Starlink Satellite Broadband) યૂક્રેનમાં એક્ટિવ થઇ ગઇ છે.
Starlink service is now active in Ukraine. More terminals en route.
— Elon Musk (@elonmusk) February 26, 2022
કિવના અધિકારીઓએ ટેક ટાઇટનને તેમના મુશ્કેલીગ્રસ્ત દેશમાં આ સુવિધા આપવા વિનંતી કરી હતી. એલન મસ્કે ટ્વીટ કર્યું, ‘રસ્તામાં વધુ ટર્મિનલ્સ જોડતા સ્ટારલિંક સેવા હવે યુક્રેનમાં સક્રિય છે.’ આ ટ્વીટ યૂક્રેનના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના પ્રધાન મિખાઈલો ફેડોરોવે એલન મસ્કને યૂક્રેનને સ્ટારલિંક સેવાઓ પ્રદાન કરવા વિનંતી કર્યાના લગભગ 10 કલાક પછી આવી છે. ચાર દિવસો પહેલા જ પડોશી દેશ રશિયાએ યૂક્રેન પર આક્રમણ કર્યું છે.
@elonmusk, while you try to colonize Mars — Russia try to occupy Ukraine! While your rockets successfully land from space — Russian rockets attack Ukrainian civil people! We ask you to provide Ukraine with Starlink stations and to address sane Russians to stand.
— Mykhailo Fedorov (@FedorovMykhailo) February 26, 2022
શું છે સ્ટારલિન્ક ઇન્ટરનેટ સર્વિસ-
સ્ટારલિન્ક 2000 થી વધુ ઉપગ્રહોનો એક સમૂહ સંચાલિત કરે છે, જેનો હેતુ આખી ધરતી પર ઇન્ટરનેટ આપવાનો છે. કંપનીએ શુક્રવારે વધુ બીજા 50 સ્ટારલિન્ક ઉપગ્રહોને લૉન્ચ કર્યા અને કેટલાય ઉપગ્રહોને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરવાના છે.
ઉલ્લેખનીય છે કે, યૂક્રેનમાં રશિયા અને યૂક્રેન વચ્ચે જબરદસ્ત ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા યૂક્રેનના મોટા મોટા શહેરોમાં દારુગોળા અને મિસાઇલોથી હૂમલા કરી રહ્યુ છે. જેના કારણે ત્યાંની સંચાર વ્યવસ્થા પડી ભાંગી છે. યૂક્રેને આ માટે મદદ કરવા અપીલ કરી હતી, જેને એલન મસ્કે સ્વીકારી લીધી છે, અને આ મોટી અંતરિક્ષ મદદ કરી છે.
આ પણ વાંચો..........
ગૂગલે પોતાની કઇ મોટી સર્વિસ રશિયા માટે બંધ કરી દીધી, રશિયાને આનાથી શું થશે મોટુ નુકશાન, જાણો
GAIL India કરશે એક્ઝિક્યુટિવ ટ્રેઈનીની ભરતી, જલદી કરો અરજી
JRHMS Recruitment 2022: મેડિકલ વિભાગમાં નીકળી 1141 પદ પર વેકેન્સી, મળશે સારો પગાર