Russia Ukraine War: યુક્રેન સંકટની અસરનો ભારત-આસિયન મળીને કરશે સામનો, સિંગાપુરે સંકટ માટે રશિયાને ગણાવ્યું જવાબદાર
એસ જયશંકરે કહ્યું, યુક્રેનમાં થયેલા ઘટનાક્રમના કાણે જિઓપોલિટિકલ ચિંતાઓ વધી ગઈ છે. જેની અસર ફૂડ, એનર્જી સિક્યોરિટીની સાથે ફર્ટિલાઇઝર, લોજિસ્ટિક્સ તથા સપ્લાય ચેઇન પર સ્પષ્ટ જોવા મળી રહી છે.
Russia Ukraine Conflict: રશિયા યુક્રેન યુદ્ધના ચાર મહિના થવા આવ્યા છે, બંને દેશમાંથી કોઈપણ નમતું મૂકવા તૈયાર નથી. આ દરમિયાન આજે ભારત અને સાઉથ સ્ટ આસિયન નેશંસ (Asean)ના વિદેશ મંત્રીઓની નવી દિલ્હીમાં ગુરુવારે એક વિશેષ બેઠક શરૂ થઈ. જેનો ઉદ્દેશ બંને પક્ષો વચ્ચે સંબંધોની સમીક્ષા અને યુક્રેન સંકટથી ઈકોનોમી અને વિસ્તારની સુરક્ષા પર અસરના મુદ્દે પ્રતિક્રિયા આપવાની તૈયારી કરવાનો છે. 30 દેશોના સમૂહ આસિયન સાથે ભારતના સંબંધોની 30મી વર્ષગાંઠના મોકા પર ભારત આ વિશેષ બેઠકની યજમાની કરી રહ્યું છે. આ બે દિવસીય બેઠકની અધ્યક્ષતા વિદેશ મંત્રી એસ જયશંકર અને સિંગાપુરના વિદેશ મંત્રી વિવિયન બાલાકૃષ્ણન કરી રહ્યા છે. બંનેએ તેમની શરૂઆતની ટિપ્પણીમાં યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કર્યો છે.
એસ જયશંકરે કહ્યું, યુક્રેનમાં થયેલા ઘટનાક્રમના કાણે જિઓપોલિટિકલ ચિંતાઓ વધી ગઈ છે. જેની અસર ફૂડ અને એનર્જી સિક્યોરિટીની સાથે ફર્ટિલાઇઝર અને કોમોડિટીની કિંમતો, લોજિસ્ટિક્સ તથા સપ્લાય ચેઇન પર સ્પષ્ટ જોવા મળી રહી છે.
સિંગાપુરે સંક્ટ માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું
સિંગાપુરના વિદેશ મંત્રી બાલકૃષ્ણને યુક્રેન પર હુમલાની નિંદા કરતાં રશિયા પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, મોસ્કોની હરકતની અસર આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પષ્ટ જોવા મળી રહી છે. અમેરિકા અને ચીન વચ્ચેના ટકરાવની અસર એશિયામાં સીધી રીતે આપણા બધા પર પડી રહી છે. બાલકૃષ્ણને કહ્યું જો આ ઘટનાક્રમ પર રોક નહીં લગાવવામાં આવે તો સમગ્ર વિશ્વની શાંતિ વ્યવસ્થા અને સ્થિરતા માટે ખતરો ઉભો થઈ શકે છે.
આ પણ વાંચો.....
Kalasarpa Dosha Nivarana:કાળસર્પ યોગના કારણે થાય છે આ નુકસાન, નિવારણ માટે કરો આ વિધાન
India Corona Cases Today: ભારતમાં કોરોનાની રોકેટ ગતિ, 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ
પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં ડીઝલ ભરાવા ખેડૂતોની લાંબી લાઈન લાગી
PhonePe IPO: પેમેન્ટ કંપની PhonePe IPO લાવવાની તૈયારીમાં, Flipkart પાસે કંપનીમાં 87% હિસ્સો છે