Russia Ukraine War: ખેરસનમાં મળેલી હારથી રશિયા થયું રઘવાયું, રોકેટ હુમલામાં 15 લોકોના મોત- યુક્રેનના 60 લાખ ઘરમાં અંધારપટ
Russia Ukraine War: શિયાએ યુક્રેનના પાવર ગ્રીડને નિશાન બનાવ્યું છે. મોટા શહેરોમાં વીજળી અને પાણી પુરવઠો ઠપ થઈ ગયો છે.
Russia Ukraine War: રશિયન સેનાએ ફરી એકવાર યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. શુક્રવારના રોજ સામે આવેલા કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, રશિયાએ ખેરસન હુમલાઓ વધાર્યા છે. અહેવાલોમાં અધિકારીઓને ટાંકીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ખેરસનમાં તાજેતરના બોમ્બમારામાં 15 નાગરિકોના મોત થયા છે. આ સાથે દેશના મોટા શહેરોમાં વીજળી અને પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે.
વીજળી-પાણી પુરવઠો ઠપ
તાજેતરના સમયમાં રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડને નિશાન બનાવ્યું છે. મોટા શહેરોમાં વીજળી અને પાણી પુરવઠો ઠપ થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન વિરુદ્ધ કોલ્ડને પોતાનું સૌથી મોટું હથિયાર બનાવવા માંગે છે. આ જ કારણ છે કે રશિયન એરસ્ટ્રાઈકમાં યુક્રેનિયન પાવર સ્ટેશનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, યુક્રેનના એનર્જી સ્ટ્રક્ચરને નિશાન બનાવ્યાના રશિયન હુમલાના બે દિવસ પછી દેશમાં 60 લાખથી વધુ ઘરો હજુ પણ પાવર કટથી પ્રભાવિત છે. રશિયાએ ખેરસનને ફરીથી નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.
#UPDATE Russian shelling on the southern Ukrainian city of Kherson killed 15 civilians, officials said, as engineers across the country sought to restore heat, water and power to major cities https://t.co/EwqFJPFlW7 pic.twitter.com/osOnrjOSXW
— AFP News Agency (@AFP) November 25, 2022
'15 રહેવાસીઓના મોત, 35 ઘાયલ'
ખેરસન શહેરના એક અધિકારી ગલિયાના લુગોવાએ જણાવ્યું હતું કે, કુલ 15 રહેવાસીઓ માર્યા ગયા હતા અને એક બાળક સહિત 35 ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે ઘણા ખાનગી ઘરો અને બહુમાળી ઇમારતોને નુકસાન થયું છે.
'બિલ્ડીંગમાં આગ લાગી, દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા'
ખેરસન સૈન્ય પ્રશાસનના વડા, યારોસ્લાવ યાનુશોવિચે જણાવ્યું હતું કે, "રશિયન આક્રમણકારોએ રહેણાંક વિસ્તારમાં અનેક રોકેટ લોન્ચર વડે આગ લગાવી દીધી હતી. ત્યારબાદ એક મોટી ઈમારતમાં પણ આગ લાગી હતી." અગાઉ શુક્રવારે, ખેરસન ક્ષેત્રના ગવર્નરે જણાવ્યું હતું કે "સતત રશિયન ગોળીબાર" ને કારણે દર્દીઓને શહેરની હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.