(Source: ECI/ABP News/ABP Majha)
Russia-Ukraine War: યુક્રેનનો દાવો- યુદ્ધમાં અત્યાર સુધીમાં 15 હજાર રશિયન સૈનિક માર્યા ગયા, 101 વિમાન, 124 હેલિકોપ્ટર નષ્ટ કરાયા
યુક્રેનના વિદેશ મંત્રાલયે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપતા કહ્યું કે અત્યાર સુધીમાં 15,600 રશિયન સૈનિકોને માર્યા ગયા છે
યુક્રેન-રશિયા યુદ્ધને આજે 28 દિવસ થઈ ગયા છે. યુક્રેને આંકડાઓ જાહેર કરીને જણાવ્યું હતું કે તેણે યુદ્ધમાં રશિયાને અત્યાર સુધીમાં કેટલું નુકસાન પહોંચાડ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપતા કહ્યું કે અત્યાર સુધીમાં 15,600 રશિયન સૈનિકો માર્યા ગયા છે. જ્યારે 1008 સશસ્ત્ર વાહનો, 4 જહાજો, 47 એન્ટી એરક્રાફ્ટ વોરફેર સિસ્ટમ, 101 એરક્રાફ્ટ, 124 હેલિકોપ્ટર, 517 ટેન્ક, 42 UAV અને 15 વિશિષ્ટ સાધનોને નષ્ટ કર્યા છે.
Information on Russian invasion
— MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) March 23, 2022
Losses of the Russian armed forces in Ukraine, March 23 pic.twitter.com/Z4OUuUuc1G
આ દરમિયાન ક્રેમલિનના પ્રવક્તા Dmitry Peskovએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો રશિયાને અસ્તિત્વ માટેના જોખમનો સામનો કરવો પડશે તો તે માત્ર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે. રશિયન સેનાએ કિવના ઓબોલોનમાં ગોળીબાર કર્યો હતો, જેના કારણે બે ઈમારતો અને એક ટ્રકમાં આગ લાગી હતી. લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મારીયુપોલમાં પણ સ્થિતિ ચિંતાજનક છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ એક મહિના પહેલા રશિયન આક્રમણ શરૂ થયું ત્યારથી શહેર સતત આગ હેઠળ છે. હ્યુમન રાઇટ્સ વોચએ સ્થાનિક અધિકારી દ્વારા આપવામાં આવેલા ડેટાને ટાંકીને જણાવ્યું હતું કે શહેરમાં 200,000 થી વધુ લોકો ફસાયેલા છે.
22 માર્ચે 1,200 થી વધુ રહેવાસીઓને મારીયુપોલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. નાયબ વડાપ્રધાને જણાવ્યું હતું કે 15 બસોની મદદથી, લોકોને રશિયન સૈન્ય દ્વારા ઘેરાયેલા મારિયુપોલ બંદરથી સુરક્ષિત રીતે ઝાપોરિજ્જિયા સુધી પહોંચાડવામાં આવ્યા હતા.