વૉટ્સએપમાં આવ્યુ મલ્ટી-ડિવાઇસ ફિચર, આ રીતે કરી શકાશે એકસાથે 4 ફોનને કનેક્ટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ..........
ખરેખરમાં મેટાની માલિકી વાળી કંપની વૉટ્સએપ હવે મલ્ટી ડિવાઇસ ફન્ક્શનાલિટી ફિચર પર કામ કરી રહી છે, અને બહુ જલદી આને રિલીઝ કરી શકે છે.
નવી દિલ્હીઃ વૉટ્સએપ દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાનારી એપમાંની એક એપ છે. આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપનો યૂઝ આજકાલ દરેક સ્માર્ટફોન યૂઝર્સ કરી રહ્યાં છે. મોટાભાગના લોકો જુદાજુદા કારણોસર આને કેટલાય ફોનમાં ચલાવવા માંગે છે, પરંતુ હજુ સુધી આ સંભવ નથી થઇ શક્યુ. લોકોને આ કારણે ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. હવે આ સમસ્યા બહુ જલદી દુર થઇ જશે. ખરેખરમાં મેટાની માલિકી વાળી કંપની વૉટ્સએપ હવે મલ્ટી ડિવાઇસ ફન્ક્શનાલિટી ફિચર પર કામ કરી રહી છે, અને બહુ જલદી આને રિલીઝ કરી શકે છે.
શું છે આખુ ફિચર -
રિપોર્ટ્સ અનુસાર, વૉટ્સએપની એક ટીમ આ ફિચરને લઇને સતત ટેસ્ટિંગ કરી રહી છે. પહેલા આને બીટા વર્ઝન પર ટેસ્ટ કરવામા આવ્યો. હવે કંપની સ્ટેબલ વર્ઝન પર કેટલાક યૂઝર્સ માટે આને રિલીઝ કરીને આનુ ટેસ્ટિંગ કરી રહી છે. આ ફિચર અંતર્ગત તમે વૉટ્સએપને 4 અલગ અલગ ડિવાઇસમાં એકસાથે ચલાવી શકો છો. આને બીટા વર્ઝનમાં ખુબ યૂઝ કરવામા આવી રહ્યો છે. ઘણીવાર લોકો ફોન ઉપરાંત કૉમ્પ્યુટર, લેપટૉપ કે ટેબમાં પણ વૉટ્સએપ લૉગીન રાખવા માંગે છે.
આ રીતે કરી શકશો કનેક્ટ -
જો તમે પણ આ ફિચરનો યૂઝ કરવા માંગો છો, તો તમારે નીચે બતાવવામાં આવેલા સ્ટેપ્સને ફોલો કરવા પડશે.
સૌથી પહેલા વેબ બ્રાઉઝરમાં જાઓ અને web.whatsapp.com ટાઇપ કરીને એન્ટર પર ક્લિક કરી દો. આ પછી તમારી સ્ક્રીન પર એક ક્યૂઆર કૉડ દેખાશે.
હવે તમને તમારા ફોનમાં જઇને વૉટ્સએપ ઓપન કરવુ પડશે.
આ પછી સ્ક્રીનની ઉપર જમણી બાજુ ત્રણ ડૉટ મેન્યૂ પર ક્લિક કરવુ પડશે.
હવે તમારે લિન્ક ડિવાઇસ પર ક્લિક કરવુ પડશે અને પછી બારકૉડને સ્કેન કરવો પડશે.
આ પણ વાંચો........
Health tips: આ 5 ડ્રિન્કથી લોહી થઇ જાય છે એકદમ શુદ્ધ, બોડીને ડિટોક્સ કરવામાં મળશે મદદ
DCGIએ ઈમરજન્સી ઉપયોગ માટે નોવોવેક્સ રસીને મંજૂરી આપી, 12 થી 18 વર્ષની વયના લોકોને આ રસી મળશે
અધિકાર: હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ઘરેલું હિંસા કાયદા હેઠળ મહિલાઓને સાસરીમાં રહેવાનો અધિકાર છે
Health Tips: વેઇટ લોસની સાથે તકમરિયાના છે આ અદભૂત ફાયદા, આ રીતે કરો નિયમિત સેવન