Russia Ukraine War: રશિયાએ કિવમાં વર્તાવ્યો કહેર, કામિકાઝ ડ્રોનથી કર્યા હુમલા, ધડાકાથી ધણધણ્યું શહેર
Russia Ukraine Conflict: આ હુમલાઓ ઈરાની નિર્મિત કામિકાઝ ડ્રોન વડે કરવામાં આવ્યા હતા. કિવ શહેર અનેક વિસ્ફોટોથી હચમચી ગયું હતું.
Russia Ukraine War: રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર ફરી એકવાર મોટો હુમલો કર્યો છે. આ હુમલાઓ ઈરાની નિર્મિત કામિકાઝ ડ્રોન વડે કરવામાં આવ્યા હતા. કિવ શહેર અનેક વિસ્ફોટોથી હચમચી ગયું હતું.
કિવમાં રશિયન હવાઈ હુમલા પછી સાયરન અને વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે. મેયર વિટાલી ક્લિટ્સ્કોના જણાવ્યા અનુસાર, ડ્રોન હુમલામાં શેવચેન્કિવસ્કી વિસ્તારમાં રહેણાંક ઇમારતોને નુકસાન થયું હતું. બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીના કાર્યાલયના વડા આન્દ્રે યેર્માકે જણાવ્યું હતું કે આ હુમલા કેમિકેઝ ડ્રોન દ્વારા કરવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે પણ કિવ અને યુક્રેનના અન્ય શહેરો પર રશિયન મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો હતો. આમાં ઘણા લોકો માર્યા ગયા હતા.
#UPDATE Kyiv was attacked by 'kamikaze drones' early Monday, the Ukrainian president's chief of staff Andriy Yermak said after several explosions were heard in the central Shevchenkivsky district of the capital pic.twitter.com/9qBr6MAuSn
— AFP News Agency (@AFP) October 17, 2022
કિવમાં ગત રાત્રે તાજેતરના વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. ક્લિટ્સ્કોએ કહ્યું કે તેઓ તે સમયે શેવચેન્કીવ્સ્કી જિલ્લામાં હતા, જ્યાં ગયા અઠવાડિયે અનેક હુમલા થયા હતા. કિવમાં બચાવ ટુકડીઓ સ્થળ પર હાજર હતી. ટીમે કિવના લોકોને હવાઈ હુમલાથી બચવા માટે સ્થાપિત બેઝમાં રહેવા કહ્યું.
કિવને સીધું નિશાન બનાવવામાં આવ્યું હતું
યુક્રેન-રશિયા યુદ્ધમાં પ્રથમ વખત કિવના મધ્ય વિસ્તારને સીધું નિશાન બનાવવામાં આવ્યું હતું. જો કે ભૂતકાળમાં પુતિને કહ્યું હતું કે યુક્રેન પર મોટા હુમલાની જરૂર નથી. તેણે એમ પણ કહ્યું કે તે યુક્રેનને નષ્ટ કરવા નથી માગતો.
Russia attacked Kyiv with "kamikaze" drones: Ukraine official
— ANI Digital (@ani_digital) October 17, 2022
Read @ANI Story | https://t.co/AMLeAuYDR3#UkraineRussia #KamikazeDrones #Ukraine #Russia #RussiaUkraineWar #Breaking pic.twitter.com/SSik2obsfx
#UPDATE Russian 'kamikaze drones' attacked Kyiv early Monday, Ukraine's presidency said, describing the assault as an act of desperation
— AFP News Agency (@AFP) October 17, 2022
Air raid sirens sounded in the city shortly before the first strike, followed by sirens across most of the countryhttps://t.co/LbD1hNeSxH pic.twitter.com/RYGZu2AUlK