(Source: ECI/ABP News/ABP Majha)
Russia Ukraine War: યુક્રેનની ટીવી ચેનલના કેમેરામેનનું મોત, રશિયાના આ શસ્ત્ર સરંજામનો નાશ કર્યાનો યુક્રેનનો દાવો
Russia Ukraine Conflict: ઓલેક્સી યુરચેન્કો, પ્રિયામી ટીવી ચેનલના કેમેરામેન રશિયાના સાથે યુદ્ધની શરૂઆતમાં યુક્રેનિયન સૈન્યમાં ભરતી થયા. તે અગાઉ 2015-2016માં ડોનબાસમાં લડ્યો હતો.
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે છ મહિના કરતાં પણ વધુ સમયથી યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન એક સમાચાર સામે આવ્યા છે જેને રશિયન સેના માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. યુક્રેન તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની સેનાએ રશિયન સેનાના સૌથી વરિષ્ઠ અધિકારીને પકડી લીધો છે. યુક્રેન દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે જેમાં એક વ્યક્તિ રશિયન સેનાના યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે. યુક્રેનિયન મીડિયાનો દાવો છે કે જાહેર કરાયેલા વિડિયોમાં દેખાતો વ્યક્તિ લેફ્ટનન્ટ જનરલ એન્ડ્રે સિચેવોઈ છે. બીજા વિશ્વયુદ્ધ પછી પકડાયેલો તે સૌથી વરિષ્ઠ રશિયન અધિકારી હોવાની શક્યતા છે.
યુક્રેનિયન સૈનિકો દ્વારા રશિયન અધિકારીની પૂછપરછ
ડેઈલી સ્ટારમાં છપાયેલા અહેવાલ મુજબ, રશિયન અધિકારીને પકડવાનો દાવો કરતા સમાચાર બહાર આવતા જ સોશિયલ મીડિયા આગની જેમ ફેલાઈ ગયું. વીડિયોમાં રશિયન આર્મીનો યુનિફોર્મ પહેરેલો એક વ્યક્તિ ઘૂંટણિયે બેઠો જોવા મળે છે. તેના હાથ બંધાયેલા છે. વીડિયોમાં યુક્રેનના સૈનિકો તેની પૂછપરછ કરતા જોવા મળે છે.
These are the indicative estimates of Russia’s combat losses as of Sept. 10, according to the Armed Forces of Ukraine. pic.twitter.com/PteCBt2uOT
— The Kyiv Independent (@KyivIndependent) September 10, 2022
રશિયન અધિકારીએ પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યો
વીડિયોમાં કથિત રશિયન અધિકારી ઈજાગ્રસ્ત જોવા મળે છે. તેના ચહેરા પર કટ છે. યુક્રેનિયન સૈનિકો તેને પ્રશ્નો પૂછી રહ્યા છે પરંતુ તે પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કરે છે.
રશિયન સૈનિક ખાર્કિવમાં પકડાયો હોવાનો દાવો
એક સોશિયલ મીડિયા યુઝરે દાવો કર્યો હતો કે કથિત રશિયન અધિકારી ખાર્કિવમાં પકડાયો હતો. જોકે યુક્રેનિયન સૈન્ય દ્વારા તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
TV કેમેરામેનનું મોત
યુક્રેનિયન ટીવી કેમેરા ઓપરેટર બાલાક્લિયાની મુક્તિ દરમિયાન લડાઇમાં માર્યા ગયા છે. ઓલેક્સી યુરચેન્કો, પ્રિયામી ટીવી ચેનલના કેમેરામેન રશિયાના સાથે યુદ્ધની શરૂઆતમાં યુક્રેનિયન સૈન્યમાં ભરતી થયા. તે અગાઉ 2015-2016માં ડોનબાસમાં લડ્યો હતો.
⚡️Ukrainian TV camera operator killed in combat during liberation of Balakliia.
— The Kyiv Independent (@KyivIndependent) September 10, 2022
Oleksiy Yurchenko, a cameraman for the Priamy TV channel, enlisted in the Ukrainian army at the start of Russia's all-out war. He had previously fought in the Donbas in 2015-2016.
📷Priamy pic.twitter.com/S4KDBGxA96