(Source: ECI/ABP News/ABP Majha)
Cyclone Fengal : દ. ભારત પર વાવાઝોડાનો ખતરો, 80 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, ક્યાં ક્યાં અપાયું એલર્ટ?
Cyclone Fengal : દ. ભારત પર વાવાઝોડાનો ખતરો, 80 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, ક્યાં ક્યાં અપાયું એલર્ટ?
દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં ફેંગલ વાવાઝોડાથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ફેંગલ વાવાઝોડું વધુ શક્તિશાળી બની રહ્યું છે અને હવામાન વિભાગ અનુસાર આજે બપોર બાદ ફેંગલ વાવાઝોડું તમિલનાડુ અને પુડુચેરીના દરિયા કાંઠાના વિસ્તારો સાથે ટકરાશે. ફેંગલ વાવાઝોડાની અસર અત્યારથી જ જોવા મળી રહી છે. ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ વરસવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે, તો તમિલનાડુ, કર્ણાટક, પુડુચેરી અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતાને પગલે આજે સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર ફેંગલ વાવાજોડાના લેન્ડફોલ સમયે પવનની ગતિ 70 થી 80 km પ્રતિ કલાકની હશે. વાવાઝોડા બાદ ભારે વરસાદને કારણે તમિલનાડુના ત્રીજી રામનાથપુરમ, નાગપટ્ટનમ, કુડાલોર, વિલ્લુપુરમ અને તિરુવલ્લુર જિલ્લાની અંદર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં કલાક કુરીચી, કાંચીપુરમમાં રેડ એલર્ટ જ્યારે કે તંજાવુર, તિરુવારુર, અરિયાલુર, પેરમબુલુર અને તિરુ વન્ના મલાઈમાં ઓરેન્જ જ્યારે કે અન્ય બાકીના જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દક્ષિણ ભારતમાં ફેંગલ વાવાજોડાને કારણે ફફડાટ જોવા મળી રહ્યો છે. બપોર બાદ તમિલનાડુ અને પુડુચેરીમાં ફેંગલ વાવાજોડું ટકરાશે ત્યારે તમિલનાડુ કર્ણાટક પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ છે.