Surat Murder Case : સુરતમાં દત્તક પુત્રે જ કરી નાંખી પિતાની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
Surat Murder Case : સુરતમાં દત્તક પુત્રે જ કરી નાંખી પિતાની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
સુરતમાં ઘોર કળિયુગનો કિસ્સો આવ્યો સામે . દત્તક લીધેલા પુત્રે પિતાની કરી હત્યા . ગળુ દબાવી પિતાને મોતને ઘાટ ઉતાર્યો . હત્યાને અકસ્માતમાં ખપાવવાનો કર્યો હતો પ્રયાસ . 28મી નવેમ્બરે ઉધના ઓમ સાઈ જલારામ નગરમાં આવેલા મકાનમાંથી આધેડની લાશ મળી આવી હતી . પત્ની ઘરકામ માટે ગઈ હતી તે દરમિયાન બેડ પર સૂતેલા આધેડ પરમેશ્વર દાસ દીપનદાસ મૃત હાલતમાં મળી આવ્યા હતા . રહસ્યમય સંજોગોમાં આધેડની લાશ મળી આવતા પોલીસને શંકા જણાય આવી હતી. પોલીસે લાશને પીએમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ શરૂ કરી હતી . પોલીસ તપાસમાં ઘરમાંથી રોકડા રૂપિયા 90,000, સોનાનું લોકેટ અને મોબાઈલ ચોરી થયો હતો . સ્થાનિક વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા યુવક આટા ફેરા મારતો જોવા મળ્યો હતો. ફૂટેજ માં દેખાતો શખ્સ મૃતકનો દત્તક લીધેલ પુત્ર સાગર હોવાનું સામે આવ્યું હતું . કલકત્તા ખાતે શ્રીકૃષ્ણ ઇન્ટરનેશનલ હોટલમાં નોકરી કરતા સાગરની અટકાયત કરી પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો .





ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
