શોધખોળ કરો

Russia-Ukraine War: યૂક્રેનની આ મહિલાએ રશિયાના સૈનિકોને ખખડાવ્યા, લોકો બોલ્યા-નિડર, વીડિયો વાયરલ

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. ગુરુવારે બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. રશિયન સેના યુક્રેનની સરહદ ઓળંગીને ત્યાંના શહેરોમાં પ્રવેશી હતી. યુક્રેનના લોકોએ રશિયાના આ પગલાનો વિરોધ કર્યો હતો.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. ગુરુવારે બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. રશિયન સેના યુક્રેનની સરહદ ઓળંગીને ત્યાંના શહેરોમાં પ્રવેશી હતી. યુક્રેનના લોકોએ રશિયાના આ પગલાનો વિરોધ કર્યો હતો. ટોક્યોથી ન્યૂયોર્ક સુધી યુક્રેનના લોકોએ રશિયન દૂતાવાસમાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તે જ સમયે, યુક્રેનની એક મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે એક રશિયન સૈનિક સાથે વાત કરતી જોવા મળે છે. ટ્વિટર પર ઘણા યુઝર્સ મહિલાને નીડર કહી રહ્યા છે. મહિલા હથિયારો સાથે રશિયન સૈનિક પાસેથી જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે તેના દેશમાં શું કરી રહ્યો છે.

વીડિયોમાં મહિલા સૈનિકને પૂછે છે કે તમે કોણ છો. જવાબમાં સૈનિક કહે છે કે અમારી અહીં  એક્સરસાઈઝ છે. તમે કૃપા કરીને આ રસ્તા પર જાઓ. જ્યારે મહિલાને ખબર પડી કે તે એક રશિયન સૈનિક છે, ત્યારે તે તેની વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરે છે.

હથિયારોથી સજ્જ  જવાન મહિલાને શાંત કરવાનો પ્રયાસ કરે છે. તે મહિલાને કહે છે કે તેની ચર્ચાથી કંઈ થશે નહીં. પરંતુ તે નિર્ભય રહે છે અને સૈનિક સામે સખત શબ્દોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે. ત્યાં હાજર લોકોએ આ ઘટના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એક યુઝરે લખ્યું કે શું બહાદુર મહિલા છે. તે સૈનિકની સામે મક્કમતાથી પોતાની વાત મૂકી રહી છે.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ મોટી જાહેરાત કરી

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ મોટી જાહેરાત કરી છે. હવે રશિયાએ કહ્યુ છે કે, તે વાતચીત કરવા માટે તૈયાર છે. રશિયાના વિદેશ મંત્રી Lavrovએ નિવદેન આપ્યું છે કે, યુક્રેનનું સૈન્ય જો શસ્ત્ર હેઠા મુકી દે તો રશિયા વાતચીત માટે તૈયાર છે.

રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે, 'જો યુક્રેન લડાઈ બંધ કરે તો રશિયા વાતચીત કરવા તૈયાર છે. તે યુક્રેનની વર્તમાન સરકારથી દેશને આઝાદ કરાવવાનું ઓપરેશન પર છે. યુક્રેનને આઝાદ કરાવવું છે.

યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાએ બ્રિટનના વિમાનો માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. યુક્રેન સૈન્યએ દાવો કર્યો હતો તેઓ રાજધાની કીવની બહાર રશિયન સૈન્ય સામે લડી રહ્યા છીએ. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેમણે યુક્રેનના 18 ટેન્ક નષ્ટ કર્યા છે. તે સિવાય સાત રોકેટ સિસ્ટમ ખરાબ કરી દીધી છે અને 41 મોટર વ્હીકલને નષ્ટ કર્યા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસ તરફથી ભારતીયોને સુરક્ષિત અને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને ભારતીય દૂતાવાસ રોમાનિયા અને હંગરીના રસ્તે ભારતીયોને પાછા લાવવા પર સરકાર કામ કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
Accident:  અંકલેશ્વર પાસે બાકરોલ બ્રિજ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી, એક પરિવારના ત્રણનાં મોત
Accident: અંકલેશ્વર પાસે બાકરોલ બ્રિજ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી, એક પરિવારના ત્રણનાં મોત
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
Accident:  અંકલેશ્વર પાસે બાકરોલ બ્રિજ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી, એક પરિવારના ત્રણનાં મોત
Accident: અંકલેશ્વર પાસે બાકરોલ બ્રિજ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી, એક પરિવારના ત્રણનાં મોત
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર આ વસ્તુઓનો ના કરો દાન, જીવનમાં આવી શકે છે સમસ્યાઓ!
Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર આ વસ્તુઓનો ના કરો દાન, જીવનમાં આવી શકે છે સમસ્યાઓ!
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
SA vs PAK: પાકિસ્તાની ખેલાડીઓની કપાશે મેચ ફી, ICCએ ફટકાર્યો ભારે દંડ
SA vs PAK: પાકિસ્તાની ખેલાડીઓની કપાશે મેચ ફી, ICCએ ફટકાર્યો ભારે દંડ
Embed widget