Ukraine Russia War Live: યુક્રેનની રાજધાની કીવ એરપોર્ટ પાસે મોટો વિસ્ફોટ, અનેક ઇમારતોને થયું નુકસાન
રશિયા-યુક્રેન બોર્ડર પર છેલ્લા બે દિવસથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા દ્વારા યુક્રેન પર છોડવામાં આવેલી મિસાઈલમાં 137 લોકોના મોત થયા છે

Background
Ukraine Russia War Live: રશિયા-યુક્રેન બોર્ડર પર છેલ્લા બે દિવસથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા દ્વારા યુક્રેન પર છોડવામાં આવેલી મિસાઈલમાં 137 લોકોના મોત થયા છે, જ્યારે યુક્રેનનો પણ દાવો છે કે તેણે 800 રશિયન સૈનિકોને માર્યા છે. વાસ્તવમાં બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. જે બાદ રશિયાએ યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. છેલ્લા બે દિવસથી રશિયા યુક્રેન પર સતત મિસાઈલોથી હુમલો કરી રહ્યું હતું.
જો કે ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર રશિયન અને યુક્રેનની સરકારોએ શુક્રવારે વાતચીતના સંકેત આપ્યા હતા. મંત્રણા માટે સમય અને સ્થળ અંગે નિર્ણય લેવામાં આવશે.
રશિયાએ હુમલાઓ વધાર્યા
રશિયાએ યુક્રેનની રાજધાની કીવમાં હુમલાઓ વધારી દીધા છે. કીવ એરપોર્ટ નજીક જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટથી ઘણી ઈમારતોને નુકસાન થયું છે. આજે અગાઉ, રશિયન એરક્રાફ્ટે કોનોટોપમાં બે વિસ્ફોટ કર્યા હતા. એવી આશંકા છે કે રશિયા ખાર્કિવ એરપોર્ટ પર પણ હુમલો કરી શકે છે.
એર ઇન્ડિયાનુ વિમાન રોમાનિયા પહોંચ્યું
ભારતીયોને વતન પર લાવવા માટે એર ઇન્ડિયાનુ વિમાન રોમાનિયાના બુકારેસ્ટ પહોંચ્યું છે. આ પ્લેન આજે વહેલી સવારે મુંબઈથી રવાના થયું હતું. બુકારેસ્ટથી ભારતીયોને એરલિફ્ટ કર્યા બાદ આ પ્લેન મુંબઈ પરત ફરશે. આ પ્લેન બોઈંગ 787 છે અને તેમાં 250 થી વધુ મુસાફરોને લઈ જઈ શકે છે.




















