શોધખોળ કરો
સીરિયામાં રશિયન સેનાએ કરી એરસ્ટ્રાઇક, 13ના મોત, 60થી વધુ ઘાયલ

બેરુતઃ સીરિયાના ઇદબિલ પ્રાંતમાં બુધવારે રશિયાએ એરસ્ટ્રાઇક કરી દીધી, રુશના હવાઇ હુમલામાં 6 બાળકો સહિત 13 નાગરિકોના મોત થયા હતા. સપ્ટેમ્બરમાં યુદ્ધ વિરામ સંધિ થયા પછીનો આ પહેલો હુમલો છે, એટલે કે 6 મહિના બાદ રશિયાએ હવાઇ હુમલો કર્યો છે. બ્રિટનની ’સીરિયન ઓબર્ઝેવેટરી ફોર હ્યૂમન રાઇટ્સ’એ જણાવ્યુ કે, પશ્ચિમોત્તર પ્રાંતમાં રશિયાના હવાઇ હુમલામાં લગભગ 60 લોકો ઘાયલ થયા હતા. સીરિયમાં વિદ્રોહીઓના કબજાવાળો આ છેલ્લો વિસ્તાર છે.
નિગરાની સમૂહે જણાવ્યુ કે, છેલ્લા 24 કલાકમાં રશિયન વિમાનો ઇદબિલ અને સરાકિબ સહિત અન્યે કેટલાય વિસ્તારોમાં ડઝનેક હુમલા કરી ચૂક્યા છે. ગયા સપ્ટેમબરમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેમના તર્કી સમકક્ષ રજબ તૈયબ અર્દોઆનની વચ્ચે એક કરાર થયો હતો. આ પછી રશિયાએ અહીં પહેલીવાર હુમલો કર્યો છે.
નિગરાની સમૂહે જણાવ્યુ કે, છેલ્લા 24 કલાકમાં રશિયન વિમાનો ઇદબિલ અને સરાકિબ સહિત અન્યે કેટલાય વિસ્તારોમાં ડઝનેક હુમલા કરી ચૂક્યા છે. ગયા સપ્ટેમબરમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેમના તર્કી સમકક્ષ રજબ તૈયબ અર્દોઆનની વચ્ચે એક કરાર થયો હતો. આ પછી રશિયાએ અહીં પહેલીવાર હુમલો કર્યો છે. વધુ વાંચો




















