Russia Ukraine War LIVE: રશિયાએ યુક્રેનના ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટ પર કર્યો કબજો
રશિયાએ ગુરૂવારે યુક્રેનમાં જંગનું એલાન કરી દીધું. રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિને યૂક્રેનની સેનાને સરન્ડર કરવા કહ્યું. તેમણે તેનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, તેનો મકસદ યુક્રેન પર કબ્જો નથી.
LIVE
Background
Russia Ukraine War LIVEરશિયાના હુમલા પર ઈંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું છે કે ઈંગ્લેન્ડ અને તેના સહયોગી દેશો આ હુમલાનો આકરો જવાબ આપશે.
I am appalled by the horrific events in Ukraine and I have spoken to President Zelenskyy to discuss next steps.
— Boris Johnson (@BorisJohnson) February 24, 2022
President Putin has chosen a path of bloodshed and destruction by launching this unprovoked attack on Ukraine.
The UK and our allies will respond decisively.
રશિયા યુક્રેનની રાજધાની પર કરી શકે છે કબજો
રશિયાએ યુક્રેનના ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટ પર કબજો કરી લીધો છે. રશિયા યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવા માટે આગળ વધી રહી છે.
ભારતના વિદેશ મંત્રાલયે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી
ભારતના વિદેશ મંત્રાલયે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વિદેશ સચિવ હર્ષ શ્રુંગલાએ કહ્યું હતું કે યુક્રેનમાં ભારતીયોની સુરક્ષા પ્રાથમિકતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરશે. તેમણે કહ્યું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો પોલેન્ડ થઈને પરત ફરી શકશે. ભારતીય દૂતાવાસે પોલેન્ડ અને યુક્રેનની સરહદ પર કેમ્પ લગાવ્યા છે. અમે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. તેણે કહ્યું કે એક મહિના પહેલા અમે ભારતીયોની નોંધણી કરાવી હતી.
At the CCS meeting, PM Modi has stated that the topmost priority of the government is the safety and security of Indian nationals including students in Ukraine: Foreign Secretary Harsh V Shringla pic.twitter.com/a1LQfrlwcW
— ANI (@ANI) February 24, 2022
The Prime Minister is scheduled to speak to Russian President Vladimir Putin shortly: Foreign Secretary Harsh V Shringla pic.twitter.com/IEfgyT5BeE
— ANI (@ANI) February 24, 2022
રશિયાનો દાવો- યુક્રેનના 70 સૈન્ય ઠેકાણાઓ કર્યા નષ્ટ
રશિયન સૈન્યએ દાવો કર્યો હતો કે યુક્રેનના 70 સૈન્ય ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર કીવ પાસે હજુ પણ લડાઇ ચાલી રહી છે. એરબેઝ પર કબજો કરવાને લઇને રશિયન સેનાની લડાઇ ચાલી રહી છે.
#BREAKING Russia says destroys over 70 military targets, including 11 airfields, in Ukraine pic.twitter.com/rcFXZ7VjMf
— AFP News Agency (@AFP) February 24, 2022
રશિયાના 100થી વધુ સૈનિકો માર્યા ગયા
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શરૂઆત થઇ ચૂકી છે. સેન્ટર ફોર ડિફેન્સ સ્ટ્રેટેજિસ્ટના મતે રશિયાના 100થી વધુ સૈનિકો માર્યા ગયા છે. તે સિવાય રશિયાના સાત વિમાન અને ત્રણ હેલિકોપ્ટર પણ તોડી પાડવામાં આવ્યા છે. જ્યારે રશિયાએ હેનિચેસ્ક અને નોવા કહોવ્કા પર કબજો કરી લીધો છે.
રશિયાએ યુક્રેેન પર 30 થી વધુ હુમલાઓ કર્યા
ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ અનુસાર યુક્રેન સૈન્યનું કહેવું છે કે રશિયાએ યુક્રેેન પર 30 થી વધુ હુમલાઓ કર્યા છે.