(Source: ECI/ABP News/ABP Majha)
ખોટા સમાચારો આપવાના આરોપસર રશિયાએ કયા મોટા વિદેશી મીડિયા પર લાગવી દીધો બેન, જાણો વિગતે
રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ સતત લાંબુ ચાલતુ જાય છે. રશિયન સેના કીવ પર કબજો નથી કરી શકી પરંતુ આ બધાની વચ્ચે રશિયાએ યૂક્રેનને ચારેય બાજુથી તબાહ કરી દીધુ છે
નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ સતત લાંબુ ચાલતુ જાય છે. રશિયન સેના કીવ પર કબજો નથી કરી શકી પરંતુ આ બધાની વચ્ચે રશિયાએ યૂક્રેનને ચારેય બાજુથી તબાહ કરી દીધુ છે. રિપોર્ટ્સનુ માનીએ તો રશિયન સૈના હવે રહેણાંક વિસ્તારો પર પણ હુમલાઓ કરી છે, આને લઇને દુનિયાભરના દેશો રશિયા પર શિકંજો કસવા માટે કડક પ્રતિબંધો લાદી રહ્યાં છે. આ કડીમાં રશિયાએ પણ મોટી એક્શન લીધી છે, અને બ્રિટનના મોટા મીડિયા બીબીસીને દેશમાં પ્રતિબંધિત કરી દીધી છે.
રશિયાએ બીબીસી સહિત અનેક મીડિયાને કર્યા બેન -
રશિયાના કોમ્યુનિકેશન વોચડોગે બીબીસી, વોઈસ ઓફ અમેરિકા, રેડિયો ફ્રી યુરોપ/રેડિયા લિબર્ટી સહિત અનેક વિદેશી સમાચાર સંગઠનોની વેબસાઈટ સુધીની પહોંચ પ્રતિબંધિત કરી દીધી છે. આ સાથે જ યુક્રેન અંગેના રિપોર્ટિંગ દરમિયાન આ સંગઠનો દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી હોવાના કારણે આ પગલું ભરવામાં આવ્યું હોવાનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. રશિયા વારંવાર પશ્ચિમી મીડિયા પર એવો આરોપ લગાવી રહ્યું છે કે, તે વિશ્વ અંગે આંશિક દૃષ્ટિકોણ રજૂ કરે છે અને તે મોટા ભાગે રશિયા વિરોધી હોય છે. તેઓ પોતાના નેતાઓને ઈરાક જેવા વિનાશકારી યુદ્ધ અને ભ્રષ્ટાચાર અંગે સવાલ નથી કરતા.
યૂક્રેનના અનેક શહેરો પર રશિયન સેનાનો કબજો -
રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર કબજો જમાવ્યાનો દાવો કર્યો છે. રશિયન સેનાએ જપોરિજિયા ખાતેના યુરોપના સૌથી વિશાળ પરમાણુ સંયંત્ર પર પણ હુમલો કરીને નિયંત્રણ મેળવ્યું છે. આ પરમાણુ સંયંત્ર યુક્રેનની કુલ જરૂરિયાતના 25થી 30 ટકા પરમાણુ ઉર્જા પૂરી પાડે છે.
આ પણ વાંચો........
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની જીભ લપસી, કમલા હેરીસને પોતાની પત્ની કહ્યાં, પછી શું થયું જુઓ વીડિયો
સાયકલ ચલાવતાં આ છોકરાએ સેકન્ડોમાં સોલ્વ કરી રુબિક ક્યુબ પઝલ, ગિનીસ બુકમાં નામ નોંધાયું, જુઓ વીડિયો
ભારતીય સેનામાં ભરતી બહાર પડી, 10મું પાસ પણ કરી શકે છે અરજી, પગાર 55 હજારથી વધુ
CISCE Board ISC Term 2 Exam 2022: ICAC ટર્મ 2 ની પરીક્ષાનું સમયપત્રક બદલાયું, જાણો નવા સમયપત્રક વિશે
આ ભારતીય કંપની મહિલા કર્મચારીઓની સંખ્યા વધારશે, કુલ કર્મચારીઓમાં મહિલાઓની સંખ્યાના 50% કરશે