સાયકલ ચલાવતાં આ છોકરાએ સેકન્ડોમાં સોલ્વ કરી રુબિક ક્યુબ પઝલ, ગિનીસ બુકમાં નામ નોંધાયું, જુઓ વીડિયો
દુનિયામાં દરેક વ્યક્તિમાં કોઈને કોઈ વિશેષ કળા-પ્રતિભા હોય છે જેમાં તે સૌથી વધુ નિપુણ હોય છે.
દુનિયામાં દરેક વ્યક્તિમાં કોઈને કોઈ વિશેષ કળા-પ્રતિભા હોય છે જેમાં તે સૌથી વધુ નિપુણ હોય છે. આવા જ લોકો વિશ્વ રેકોર્ડ બનાવવાની સાથે-સાથે દાખલો બેસાડતા પણ જોવા મળે છે. સામાન્ય વ્યક્તિ માટે રૂબિકના ક્યુબને ઉકેલવું એ સરળ કામ નથી. ઘણીવાર લોકો રૂબિક્સ ક્યુબને ઉકેલવા માટે બહુ પ્રયાસ કરે છે તો પણ તેઓ નિષ્ફળ જાય છે અને ક્યુબને સેટ નથી કરી શકતા.
જો કે હાલમાં, ચેન્નાઈનો એક છોકરો માન્યામાં ના આવે એ રીતે રુબિક્સ ક્યુબ સોલ્વ કરતો જોવા મળે છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. તેનો વીડિયો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં દેખાતા બાળકનું નામ જયદર્શન વેંકટેશન છે થોડી સેકન્ડોમાં સાયકલ ચલાવતાં ચલાવતાં રુબિક સોલ્વ કરી લે છે.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલ વીડિયોમાં, જયદર્શન વેંકટેશન સાઇકલ ચલાવતી વખતે રૂબિક્સ ક્યુબ સોલ્વ કરતા જોવા મળે છે. જયદર્શન વેંકટેશને 14.32 સેકન્ડમાં ચાલુ સાઇકલે આ પઝલ સોલ્વ કરી હતી. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જયદર્શન છેલ્લા બે વર્ષથી તેની ઝડપ વધારવા માટે તેની પ્રતિભા પર પ્રેક્ટિસ કરી રહ્યો હતો. જો કે તેને વિશ્વાસ ન હતો કે તે આ ખિતાબ મેળવશે.
View this post on Instagram
સાઈકલ પર બેસીને રુબિક ક્યુબ સોલ્વ કરતો તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે, આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને લગભગ 3 લાખ વ્યૂઝ સાથે 29 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. જેને જોઈને આશ્ચર્યચકિત થયેલા યુઝર્સ જયદર્શનની પ્રશંસા કરતા જોવા મળે છે.