અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની જીભ લપસી, કમલા હેરીસને પોતાની પત્ની કહ્યાં, પછી શું થયું જુઓ વીડિયો
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને એક કાર્યક્રમમાં ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરીસને ફર્સ્ટ લેડી કહ્યા હતા. બાઈડનની જીભ લપસતાં થયેલી આ ભૂલથી કાર્યક્રમમાં હાજર બધા લોકો હસી પડ્યા હતા.
Biden on Kamala Harris: માણસ માત્ર ભુલને પાત્ર એ કહેવત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના આ કિસ્સામાં પણ સાચી સાબિત થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને એક કાર્યક્રમમાં ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરીસને ફર્સ્ટ લેડી કહ્યા હતા. બાઈડનની જીભ લપસતાં થયેલી આ ભૂલથી કાર્યક્રમમાં હાજર બધા લોકો હસી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ફર્સ્ટ લેડી એટલે કે દેશના પ્રથમ મહિલા જે દેશના રાષ્ટ્રપતિના પત્નીને સંબોધન કરતી વખતે બોલવામાં આવે છે. એટલે કે, જો બાઈડનની જીભ લપસતાં તેમણે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરીસને પોતાની પત્ની ગણાવી દીધાં હતા. રાષ્ટ્રપતિ બાઈડન બોલી રહ્યા હતા કે, "કાર્યક્રમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે કારણ કે, ફર્સ્ટ લેડી (કમલા હેરીસ)ના પતિ કોરોના પોઝિટિવ છે." અહીં બાઈડન સેકન્ડ લેડી (ઉપ રાષ્ટ્રપતિ) બોલવાના બદલે ફર્સ્ટ લેડી બોલી ગયા હતા.
જો બાઈડન કમલાને ફર્સ્ટ લેડી બોલ્યા બાદ પણ તેમનું ધ્યાન પોતાની ભૂલ પર ગયું નહોતું. પરંતુ કાર્યક્રમમાં હાજર લોકોએ બાઈડનની આ મોટી ભૂલને તરત પકડી પાડી હતી. પોતાની આ ભૂલથી અજાણ જો બાઈડનને ત્યાં હાજર લોકોએ બોલતાં અટકાવ્યા હતા અને કહ્યું કે, તમે ભૂલથી ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરીસને તમારી પત્ની કહી રહ્યા છો. જો બાઈડનને ભૂલ સમજાતાં તેઓ હસવા લાગ્યા હતા અને પોતાની ભૂલ સુધારતાં સેકન્ડ લેડી (કમલા હેરીસ) એમ બોલ્યા હતા.
BIDEN: “The First Lady's husband has tested positive for COVID”
— Benny (@bennyjohnson) March 15, 2022
That would be him.
You can’t make this up.
pic.twitter.com/Yzb3sA9ueb
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરીસના પતિ ડોઉગ એમહોફ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ અંગે કમલા હેરીસને ટ્વીટ કરીને જાણકારી આપી હતી.
Earlier today, the @SecondGentleman tested positive for COVID-19. Doug is doing fine and we are grateful to be vaccinated and boosted. I have tested negative and will continue to test.
— Vice President Kamala Harris (@VP) March 16, 2022
Please get vaccinated and boosted if you haven't already.