Russia: પુતિનના એલાનથી રશિયામાં અફડાતફડી, લોકો દેશ છોડીને ભાગવા લાગ્યા, તમામ ફ્લાઇટ્ની ટિકીટો બુક, જાણો
દેશવાસીઓનુ આ રીતે જવા પાછળ એવુ માનવામાં આવી રહ્યું છે કે, રશિયાની સીમાઓ જલદી બંધ થઇ શકે છે કે પછી પુતિન એક વ્યાપક કૉલ-અપની જાહેરાત કરી શકે છે
Russians Rush For Flights: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) ના 'સૈનિક એકઠા કરવા'ના એલાન બાદથી રશિયામાં અફડાતફડી મચી ગઇ છે, દેશમાં માહોલ ગરમાઇ ગયો છે, વાતાવરણ તંગ બની ચૂક્યુ છે. આ એલાન બાદ લોકોએ મોટી સંખ્યામાં વન વે ફ્લાઇટ્સની ટિકીટો બુક કરાવી લીધી છે, આ કારણોસર તમામ ફ્લાઇટ્સ ફૂલ થઇ ગઇ છે. સાથે જ ટિકીટોની કિંમત પણ આસમાને પહોંચી ગઇ છે.
દેશવાસીઓનુ આ રીતે જવા પાછળ એવુ માનવામાં આવી રહ્યું છે કે, રશિયાની સીમાઓ જલદી બંધ થઇ શકે છે કે પછી પુતિન એક વ્યાપક કૉલ-અપની જાહેરાત કરી શકે છે, જેનાથી યુદ્ધ શરૂ થઇ શકે છે. બીજીબાજુ રશિયાની ટૉપ ટ્રાવેલ પ્લાનિંગ વેબસાઇટ aviasales.ru અનુસાર, પુતિનની જાહેરાતની થોડીક જ મિનીટોની અંદર મૉસ્કોથી જૉર્જિયા, તુર્કી, અને અર્મેનિયા, જ્યાં રશિયન નાગરિકોને વિઝાની જરૂર નથી પડતી, માટે 21 સપ્ટેમ્બરની તમામ ઉડાનોની ટિકીટો વેચાઇ ગઇ.
કેટલીય એરલાઇન્સે ટિકીટ વેચવાનો કરી દીધો ઇનકાર-
આનાથી એ સ્પષ્ટ રીતે જોઇ શકાય કે અહીં લોકો પુતિનના રિઝર્વ સૈનિકોની તૈનાતી વાળા એલાન બાદથી ડરી ગયા છે, લોકો ભયમાં છે. લોકો પોતાનો દેશ છોડીને જઇ રહ્યાં છે. અહીં ચારેય બાજુ અફડાતફડી મચી ગઇ છે. એકબાજુ લોક પ્રદર્શન કરી રહ્યાં છે, તો બીજીબાજુ બાકી લોકો દેશ છોડીને જવાનુ મન બનાવી ચૂક્યા છે. આ બધાની વચ્ચે રશિયન એરલાઇન્સે 18 થી 65 વર્ષના લોકોને ટિકીટ વેચવાનો ઇન્કાર કરી દીધો છે.
Russia Ukraine War: પુતિને રશિયામાં સેના તૈનાત કરવાનો આપ્યો આદેશ, પશ્ચિમી દેશોને આપી ચેતવણી -
Russia Ukraine War:
રશિયન સમાચાર એજન્સી આરટીએ પુતિનને ટાંકીને આ વાત કહી છે. RT અનુસાર, પુતિને કહ્યું છે કે પશ્ચિમી દેશો રશિયાને તોડી પાડવાની હાકલ કરી રહ્યા છે, પરંતુ તેમના દેશબંધુઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ પગલું ભરી રહ્યા છે. સ્પેશિયલ મિલિટરી ઓપરેશન 'યુક્રેન વોર'નું અમારું લક્ષ્ય યથાવત છે. પુતિને તેમના દેશના લશ્કરી બેરિકેડ માટેના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે અને તે આજથી અમલમાં આવશે.
પશ્ચિમી દેશોને પુતિનની ચેતવણી
તે જ સમયે, પુતિને પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી કે જો પ્રાદેશિક અખંડિતતા જોખમમાં આવશે તો રશિયા તમામ ઉપલબ્ધ માધ્યમોનો ઉપયોગ કરશે. પુતિને કહ્યું કે માતૃભૂમિ અને તેની સાર્વભૌમત્વની સુરક્ષા માટે, તેઓ આંશિક ગતિશીલતા પર જનરલ સ્ટાફના નિર્ણયને સમર્થન આપવાનું જરૂરી માને છે. તેનો ઉદ્દેશ પૂર્વ યુક્રેનના ડોનબાસ ઔદ્યોગિક વિસ્તારને મુક્ત કરવાનો હતો. એક અહેવાલ મુજબ પશ્ચિમ સરહદ પાર કરી ચૂક્યું છે. પશ્ચિમ રશિયાને નબળું પાડવા, વિભાજીત કરવા અને નાશ કરવા માટે અપીલ કરી રહ્યું છે.