શોધખોળ કરો
અમેરિકામાં શીખ બન્યો વંશીય હુમલાનો ભોગ, લોકોએ ચપ્પાથી કાપ્યા વાળ

ન્યૂયૉર્ક: અમેરિકામાં 41 વર્ષના શીખ અમેરિકી આઈટી તજજ્ઞ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો અને તેની પાઘડી પછાડી ત્યારબાદ ચપ્પુ વડે તેના વાળ કાપી નાખ્યા હતા. એક નાગરીકે અધિકાર સંગઠનને આ ધટનાની તપાસ કરવાની માંગ કરી છે. માન સિંહ ખાલસા કેલીફોર્નિયામાં એક આઈટી તજજ્ઞ છે. જે 25 સપ્ટેમ્બરના રાત્રે પોતાના વાહન પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકો દ્વારા તેમના વાહન પર બીયરની ટીન ફેંકવામાં આવી હતી. દેશનું સૌથી મોટુ શીખ નાગરિક અધિકાર સંગઠન ‘ ધ શીખ કોઈલિશન’ ના નિવેદન અનુસાર માનસિંહ ખાલસા ધટના સમયે ત્યાથી ચાલ્યા ગયા હતા, પરંતુ લોકોના સમૂહ દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો અને તેની કારમાં ખુલ્લી બારીમાંથી કાચથી હુમલો કરવામાં આવ્યો હતો. બાદમાં લોકોએ તેની પાઘડી પછાડી તેના મોંઢા પર પણ હુમલો કર્યો હતો. લોકોના સમૂહમાં છ પુરૂષો હતા જેની ઉંમર આશરે 20થી30 વર્ષ હશે, જેમાંથી ત્રણ લોકોએ માનસિંહ પર શારિરીક હુમલો કર્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે લોકોના સમૂહમાં વ્યક્તિઓ અવાજ કરી રહ્યા હતા કે ખાલસાના વાળ કાપી નાખો. સમૂહ દ્વારા હુમલો કરવામાં આવતા ખાલસાને આંગળીઓ,હાથ,આંખ અને દાંતમાં ઈજાઓ પહોંચી છે.
વધુ વાંચો






















