South Korea: સાઉથ કોરિયામાં હેલોવીન ફેસ્ટિવલ દરમિયાન લોકોમાં નાસભાગ મચી, અનેક લોકોને આવ્યો હાર્ટ અટેક, 120ના મોત
દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં એક પ્રખ્યાત હેલોવીન ફેસ્ટિવલમાં ડઝનેક લોકોને હાર્ટ એટેક આવ્યો હોવાના અહેવાલ છે
દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં એક પ્રખ્યાત હેલોવીન ફેસ્ટિવલમાં ડઝનેક લોકોને હાર્ટ એટેક આવ્યો હોવાના અહેવાલ છે. રાષ્ટ્રપતિ યુન સુક-યેઓલે ઇટાવાનમાં રિસ્પોન્સ ટીમને તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો હતો. સાઉથ કોરિયાની રાજધાની સિઓલના માર્કેટમાં ચાલી રહેલા હેલોવીન પાર્ટીમાં 1 લાખ લોકોની ભીડ એકઠી થઇ જતા નાસભાગ મચી ગઇ છે. ત્યારબાદ ડઝનેક લોકોને હાર્ટ અટેક આવ્યો હતો. જેમાં 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા અને 120 લોકોના મોત થયા હતા. પોલીસ અને મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. રિપોર્ટ અનુસાર, એક સાથે 50 થી વધુ લોકોને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ હેલોવીનની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં પોલીસ કર્મચારીઓ બેભાન રસ્તા પર પડેલા લોકોને CPR આપતા જોવા મળે છે.
Dozens suffer cardiac arrest at Halloween celebrations in Seoul: fire department pic.twitter.com/sDI43AcagK
— AFP News Agency (@AFP) October 29, 2022
ફાયર વિભાગે જણાવ્યું હતું કે ભારે ભીડને કારણે 81 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેના કારણે હાર્ટ એટેક આવ્યો હતો. કોરોના મહામારી પછી પ્રથમ વખત આ વિસ્તારમાં 100,000 લોકો આઉટડોર નો-માસ્ક હેલોવીન ઇવેન્ટની ઉજવણી કરવા એકઠા થયા હતા.
충격주의)현재 이태원 압사 사망자 발생했다는듯 pic.twitter.com/ExGTyJQQN9
— 이것저것 소식들 (@feedforyou11) October 29, 2022
આ અંગેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં જોઇ શકાય છે કે રસ્તા પર અનેક લોકોને સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટના બાદ ભીડમાં નાસભાગ પણ મચી ગઇ હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે ભારે ભીડથી ઘેરાયેલા ઘણા લોકોને ઈમરજન્સી સારવાર આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજધાની સિયોલની સડકો પર ઘણા લોકો હેલોવીન મનાવવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન ભીડ એટલી વધી ગઈ હતી કે ગભરાટનો માહોલ સર્જાયો હતો. નોંધનીય છે કે હેલોવીન વિશ્વના ઘણા પશ્ચિમી દેશોમાં ઉજવવામાં આવે છે. હવે તે વિશ્વના ઘણા ભાગોમાં ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે હેલોવીનની રાત્રે ચંદ્ર તેના નવા અવતારમાં દેખાય છે.
truly the scariest halloween of my life—30 down, 400 rescue workers deployed. please avoid itaewon and stay safe. #이태원사고 pic.twitter.com/PC1GBJt7qk
— Chloe Park 🦋 in Seoul (@chloepark) October 29, 2022
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, અંદાજે 1 લાખથી વધુ વસ્તી શનિવારે રાત્રે મેગાસિટીના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ઇટાવોનમાં એકઠી થઈ હતી. ધ કોરિયા હેરાલ્ડના અહેવાલ અનુસાર, સ્થાનિક સમય અનુસાર મધ્યરાત્રિ પહેલા એક હોટલ પાસે ડઝનેક લોકો બેભાન થઈ ગયા હતા. ફાયર ઓથોરિટીએ જણાવ્યું હતું કે રાત્રે 11.30 વાગ્યા સુધીમાં 81 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાની ફરિયાદો મળી છે. ફાયર વિભાગના એક અધિકારીએ સમાચાર એજન્સી એએફપીને ઘટનાની પુષ્ટી કરતા કહ્યું હતું કે 140 થી વધુ એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.