(Source: ECI/ABP News/ABP Majha)
Philippines Earthquake: ફિલિપાઇન્સમાં તીવ્ર ભૂકંપના આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર 7.0ની તીવ્રતા
આ સમયે દક્ષિણ ફિલિપાઈન્સના સુરિગાઓ ડેલ સુર પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી.
Philippines Earthquake: આજે સવારે ફિલિપાઈન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. યુએસજીએસના જણાવ્યા અનુસાર સાંજે 6.23 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા 7.0 હતી. ભૂકંપથી અત્યાર સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી.
તમને જણાવી દઈએ કે, ગયા મહિને પણ ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સમયે દક્ષિણ ફિલિપાઈન્સના સુરિગાઓ ડેલ સુર પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર કાગવેટ શહેરથી લગભગ 31 કિમી ઉત્તરપૂર્વમાં 16 કિમીની ઊંડાઈએ હતું.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ફિલિપાઈન્સની રાજધાની મનિલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, આ ભૂકંપનું કેન્દ્ર મનીલાથી લગભગ 336 કિમી ઉત્તરે હતું. ભૂકંપની ઊંડાઈ 10 કિમીના કેન્દ્રમાં માપવામાં આવી છે.
યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે બુધવારે ફિલિપાઇન્સના લુઝોન ટાપુ પર 7.1-તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. રાજધાની મનીલા સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ 10 કિમીની ઉંડાઈએ આવ્યો હતો, જેમાં કોઈ નુકસાન થયું નથી. યુએસજીએસએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર અબ્રા પ્રાંતના ડોલોરેસ શહેરથી લગભગ 11 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું.
An earthquake with a magnitude of 7.0 on the Richter Scale hit 14 km SE of Dolores, Philippines, at 06:13am today: USGS (United States Geological Survey)
— ANI (@ANI) July 27, 2022
અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે તબાહી, 1000થી વધુ લોકોના મોત
આ સિવાય જૂન મહિનામાં અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપે તબાહી મચાવી હતી. અહીં આ ભૂકંપના કારણે 1000થી વધુ લોકોના મોત થયા હતા. અફઘાનિસ્તાનના પૂર્વ પક્તિકા પ્રાંતમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા 6 નોંધવામાં આવી હતી. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) અનુસાર, આ ભૂકંપના આંચકા અફઘાનિસ્તાનથી લઈને પાકિસ્તાન અને ભારત સુધી અનુભવાયા હતા. પેશાવર, ઈસ્લામાબાદ, લાહોર અને પંજાબના અન્ય ભાગો અને પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં 6.1ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.