શોધખોળ કરો
Advertisement
ઇરાનના ચાબહારમાં બોમ્બ વિસ્ફોટ, ત્રણ લોકોના મોત, 20 ઘાયલ
નવી દિલ્હી: ઇરાનના ચાબહાર શહેરમાં ગુરુવારે એક મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે ચાબહારમાં ભારત અને ઇરાન સાથે મળીને પોર્ટનું નિર્માણ કરી રહ્યા છે. જેથી ભારત માટે આ શહેર મહત્વ ધરાવે છે.
ન્યૂઝ એજન્સી અનુસાર, આ બ્લાસ્ટ ચાબહાર પોલીસ હેડક્વાર્ટર પાસે એક કારમાં થયો હતો. કેટલાક સ્થાનીક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેને સ્યૂસાઈડ એટેક માનવામાં આવી રહ્યો છે.
જણાવી દઈએ કે ઇરાનનું ચાબહાર શહેર, પાકિસ્તાનની નજીક બોર્ડર પર આવેલું છે. તેનો કેટલોક ભાગ બલુચિસ્તાન સાથે પણ અડે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion