Taiwan: ચીનની ધમકીઓની વચ્ચે તાઇવાનના મિસાઇલ પ્રમુખનુ મોત, હૉટલના એક રૂપમમાંથી લાશ મળી, જાણો
ચીનના ઉકસાવ્યા પૂર્ણ યુદ્ધાભ્યાસ દરમિયાન તાઇવાનના એક મહત્વના મુખ્ય મિસાઇલ પ્રૉડક્શન અધિકારી એક હૉટલમાંથી મૃત હાલતમાંથી મળી આવ્યા છે.
Taiwan Missile Production official Death: ચીનના ઉકસાવ્યા પૂર્ણ યુદ્ધાભ્યાસ દરમિયાન તાઇવાનના એક મહત્વના મુખ્ય મિસાઇલ પ્રૉડક્શન અધિકારી એક હૉટલમાંથી મૃત હાલતમાંથી મળી આવ્યા છે. અધિકારીનો મૃતદેહ દક્ષિણી તાઇવાનની એક હૉટલમાંથી મળ્યો છે. આની જાણકારી તાઇવાની પોલીસે આપી છે. અધિકારીના મોતનુ કારણ હજુ સુધી જાણી શકયુ નથી. તેની તપાસ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, તાઇવાન હાલના સમયમાં ચીની ધમકીઓ અને તેમના સૈન્ય અભ્યાસના કારણે તણાવ અને સંઘર્ષથી ઘેરાયેલુ છે. તેને પોતાની સેના, મિસાઇલ સિસ્ટમ અને સમુદ્રમાં પેટ્રૉલિંગ જહાજોને એક્ટિવ કરી દીધા છે, અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આહવાન કર્યુ છે કે ચીનની તર્કહીન અને બિનજવાબદારી કાર્યવાહીને રોકવામાં આવે.
#BREAKING Key Taiwan Missile Production official found dead in a hotel in Southern Taiwan region- Taiwan Police @ABPNews
— Ashish Kumar Singh (ABP News) (@AshishSinghLIVE) August 6, 2022
મૃતક અધિકારી કેટલીય મિસાઇલ ઉત્પાદન પરિયોજનાઓનુ કરી રહ્યાં હતા સંચાલન -
સમાચાર એજન્સી રૉયટર્સે સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીના હવાલાથી લખ્યું છે તાઇવાન રક્ષા મંત્રાલયની અનુસંધાન અને વિકાસ યુનિટના ઉપ પ્રમુખ શનિવારે સવારે એક હૉટલ રૂમમાંથી મૃત હાલતમાં મળી આવ્યા છે. સીએનએ અનુસાર, સૈન્ય સ્વામિત્વ વાળા રાષ્ટ્રીય ચુંગ-શાન વિજ્ઞાન અને ટેકનોલૉજી સંસ્થાના ઉપ પ્રમુખ Ou Yang Li-hsing શનિવારે સવારે દક્ષિણી તાઇવાની એક હૉટલના રૂમમાંથી મૃત મળ્યા. રિપોર્ટમાં કહેવામા આવ્યુ છે કે, અધિકારીના મોતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. ઓ યાંગ પિન્ગટુંગના દક્ષિણી કાઉન્ટીની વ્યાવસાયિક યાત્રા પર હતા, તેમને કેટલીય મિસાઇલ ઉત્પાદન પરિયોજનાના સંચાલન માટે આ વર્ષની શરૂઆતમાં પદ ગ્રહણ કર્યુ હતુ.
તાઇવાને ચીનન આક્રમક વર્તનને જોતા મિસાઇલ પ્રૉડક્શનને વધારી દીધુ છે. તાઇવાનની સૈન્ય સ્વામિત્વ વાળી સંસ્થાએ વાર્ષિક મિસાઇલ ઉત્પાદન ક્ષમતાને બગણીથી વધુ કરીને 500 જેટલી કરી દીધી છે.
આ પણ વાંચો......
રાજ્યના 55 PIની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા ?
India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 19,406 કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા
Gujarat Rain: રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ
Jamnagar: આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરમાં, અરવિંદ કેજરીવાલ કરશે મોટી જાહેરાત