શોધખોળ કરો

EUએ રશિયાને આપ્યો વધુ એક ઝટકો, ટેક્સ હેવનના બ્લેકલિસ્ટમાં કર્યું સામેલ

નોંધનીય છે કે 2017માં યુરોપિયન યુનિયને ટેક્સ હેવન દેશોની યાદી બનાવી હતી

24 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. કોઈપણ ઉશ્કેરણી વગર યુક્રેન પર રશિયાની આ આક્રમક કાર્યવાહી બાદ રશિયા આખી દુનિયામાં અલગ પડી ગયું હતું. અમેરિકા સહિત યુરોપિયન દેશોએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. હવે યુરોપિયન યુનિયન (EU) એ રશિયાને ટેક્સ હેવન બ્લેકલિસ્ટ લિસ્ટમાં મૂક્યું છે.

અગાઉ, EU નાણા પ્રધાનોએ કહ્યું હતું કે રશિયા, કોસ્ટા રિકા, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ અને માર્શલ આઇલેન્ડ્સને EU ટેક્સ હેવન દેશોની યાદીમાં સામેલ કરવામાં આવશે. EU નાણા પ્રધાનોની બેઠક માટે તૈયાર કરાયેલા ડ્રાફ્ટ નિષ્કર્ષમાં કહેવામાં આવ્યું છે કે રશિયાની ટેક્સ સિસ્ટમ ખૂબ જ ખરાબ છે અને તેણે અત્યાર સુધી તેને ઠીક કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી.

નોંધનીય છે કે 2017માં યુરોપિયન યુનિયને ટેક્સ હેવન દેશોની યાદી બનાવી હતી, જેમાં અત્યાર સુધીમાં 16 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં અમેરિકન સમોઆ, એન્ગ્વિલા, બહામાસ, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ, કોસ્ટા રિકા, ફિજી, ગુઆમ, માર્શલ આઇલેન્ડ્સ, પલાઉ, પનામા, રશિયા, સમોઆ, ત્રિનિદાદ એન્ડ ટોબેગો, તુર્ક એન્ડ કેકોસ આઇલેન્ડ્સ, યુએસ વર્જિન આઇલેન્ડ્સ અને વાનુઅતુનો સમાવેશ થાય છે.

ટેક્સ હેવન દેશ શું છે?

ટેક્સ હેવન એવા દેશો છે જ્યાં વિદેશી રોકાણકારો તેમના પૈસા રાખે છે અને ઓછા દરે ટેક્સ ચૂકવે છે અથવા એક રૂપિયો પણ ટેક્સ ચૂકવતા નથી. ઘણી કંપનીઓ અથવા ઉદ્યોગપતિઓ તેમના નાણાં ટેક્સ હેવન કન્ટ્રીમાં અથવા તેના દ્વારા ટ્રાન્સફર કરીને ઊંચા ટેક્સવાળા દેશોમાં ટેક્સ ભરવાનું ટાળે છે. ટેક્સ હેવન તરીકે ઓળખાતા આ દેશો આવી ટેક્સ પોલિસી બનાવે છે, જે વિદેશી રોકાણકારો માટે અનુકૂળ હોય છે.

Turkiye-Syria Earthquake: 8 દિવસ બાદ કાટમાળમાંથી 5 લોકોને બચાવાયા, અત્યાર સુધીમાં 37000થી વધુ લોકોના મોત

Turkiye-Syria Earthquake News: સદીના સૌથી ભયાનક ભૂકંપ બાદ તુર્કી અને સીરિયામાં જીવ બચાવવાનો સંઘર્ષ ચાલી રહ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે કેટલાક એવા સમાચાર પણ આવી રહ્યા છે જે આશાનું કિરણ જગાડી રહ્યા છે. તુર્કીના ભૂકંપના આઠ દિવસ બાદ મંગળવારે (14 ફેબ્રુઆરી) અસરગ્રસ્ત વિસ્તારોના કાટમાળમાંથી ઓછામાં ઓછા પાંચ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે, સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે.

204 કલાક પછી કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા

તુર્કીના મીડિયાએ જણાવ્યું હતું કે, ઉત્તર-પશ્ચિમ સીરિયાના કેટલાક ભાગોમાં ભૂકંપ આવ્યાના લગભગ 204 કલાક પછી, દક્ષિણના શહેર હટાયમાં એક મહિલા અને એક પુરુષને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અગાઉ, પ્રસારણકર્તા સીએનએન તુર્કના જણાવ્યા અનુસાર, ગયા સોમવારે દક્ષિણ તુર્કીમાં ભૂકંપ આવ્યાના લગભગ 198 કલાક પછી મુહમ્મદ કાફર નામના 18 વર્ષના છોકરાને ઇમારતના કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર
ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
zomato: ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Embed widget