(Source: ECI/ABP News/ABP Majha)
અમેરિકામાં કોરોનાની ચોથી લહેર, બાળકોમાં વધારે પ્રમાણથી ચિંતા, જાણો ક્યા વાયરસના કારણે વધ્યા છે કેસ ?
ડોક્ટરે વધુમાં કહ્યું કે સત્ય એ છે કે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હજુ સુધી રસી આપવામાં આવી નથી.
યુ.એસ.માં કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટ સાથે કોરોનાના કેસોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે અને બાળકો હવે વધુને વધુ તેનો શિકાર બની રહ્યા છે. કોરોનાની ચોથી લહેરને કારણે અમેરિકન હોસ્પિટલોમાં બાળકોમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ઘણી વધારે જોવા મળી રહી છે.
નિષ્ણાતો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ ડેલ્ટા વેરિએન્ટને કારણે આ કેસો ઝડપથી વધી રહ્યા છે. આલ્ફા વેરિએન્ટ સ્ટ્રેઇન બાળકોને વધુ ચેપ લગાડે છે. તેમજ યુનાઇટેડ સ્ટેટ્સના કેટલાક વિસ્તારોમાં ઓછી રસીકરણને કારણે કેસો વધી રહ્યા છે. ઓછી રસીકરણવાળા વિસ્તારોમાં બાળકો કોરોનાથી વધુ સંક્રમિત થઈ રહ્યા છે.
ટેક્સાસ ચિલ્ડ્રન્સ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “જુલાઈની શરૂઆતથી, અમે કેસોની સંખ્યામાં સતત વધારો અને ચેપગ્રસ્ત બાળકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોયો છે." ડેલ્ટા વર્ઝન અત્યાર સુધીમાં સૌથી ખતરનાક છે. 90% બાળકો કોરોનાથી સંક્રમિત મળ્યા છે.
ડોક્ટરે વધુમાં કહ્યું કે સત્ય એ છે કે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હજુ સુધી રસી આપવામાં આવી નથી. 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોને રસી આપવામાં આવી રહી હોવા છતાં કેટલાક વિસ્તારોમાં ખૂબ ઓછું રસીકરણ કરવામાં આવ્યું છે. આમાંના કેટલાક વિસ્તારોમાં હજુ પણ 50 ટકાથી ઓછા યુવાનો છે જેમને રસી આપવામાં આવી છે.
તમને જણાવી કે ફાઈઝરની કોરોના રસીને અમેરિકામાં મંજૂર મળી ગઈ છે. જો કે તે 12 થી 17 વર્ષની વયના બાળકોને આપવામાં આવી રહી છે. ફાઇઝરે માર્ચમાં આંકડા જારી કર્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે 12 થી 15 વર્ષની વયના 2,260 સ્વયંસેવકોને રસી આપવામાં આવી છે. ત્યારથી કોઈપણ બાળકમાં કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી.
તેમના દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમની રસી બાળકો પર 100% અસરકારક છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફ્લોરિડાએ સતત 8 દિવસ સુધી બાળકોને હોસ્પિટલમાં દાખલ રાખવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ કેસો એવા સમયે આવ્યા છે જ્યારે જ્યારે ટેક્સાસ અને ફ્લોરિડામાં આ મહિનાથી શાળાઓ શરૂ થવાની છે. દરમિયાન, કેટલીક શાળાઓ બાળકો માટે માસ્કની જરૂરિયાતને લઈને ચર્ચા કરી રહી છે.