શોધખોળ કરો

ગુમ થયેલી સબમરીન પર સવાર તમામ લોકોના મોત, સર્ચ ઓપરેશન દરમિયાન કાટમાળ મળ્યો - કંપનીનું નિવેદન

Titan Submarine News: યુએસ કોસ્ટ ગાર્ડે ગુરુવારે જણાવ્યું હતું કે ગુમ થયેલી સબમરીનની શોધ કરતી વખતે ટાઇટેનિક જહાજની નજીક કાટમાળ મળી આવ્યો હતો.

Missing Titan Submarine Update: એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થયેલ ટાઇટન સબમરીનના પાઇલટ અને મુસાફરો મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે. એપીના રિપોર્ટ અનુસાર, સર્ચ અભિયાનમાં લાગેલી કંપનીએ ગુરુવારે (22 જૂન) આ વાત કહી છે. અગાઉ યુએસ કોસ્ટ ગાર્ડે કહ્યું હતું કે ગુમ થયેલી સબમરીનની શોધ કરતી વખતે ટાઇટેનિક જહાજ પાસે કાટમાળ મળી આવ્યો હતો.

ગુમ થયેલી સબમરીનની ઓપરેટિંગ કંપની ઓશનગેટે કહ્યું કે તેઓ માને છે કે સબમરીનમાં સવાર તમામ મુસાફરો દુ:ખદ રીતે ગુમાવ્યા છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે આ દુઃખદ સમયે અમારા વિચારો આ પાંચ મુસાફરોના પરિવારના દરેક સભ્ય સાથે છે. અમે આ અકસ્માત પર શોક વ્યક્ત કરીએ છીએ.

 આ સબમરીન ટાઈટેનિકનો કાટમાળ બતાવવા ગઈ હતી

ટાઈટેનિક જહાજનો ભંગાર બતાવવા માટે સબમરીન રવિવારે (18 જૂન) સવારે એટલાન્ટિક મહાસાગરમાં આઠ કલાકની મુસાફરી માટે રવાના થઈ હતી. ટાઇટેનિકનો કાટમાળ કેપ કૉડથી આશરે 1,450 કિલોમીટર પૂર્વમાં અને સેન્ટ જોન્સ, ન્યુફાઉન્ડલેન્ડથી 644 કિલોમીટર દક્ષિણમાં સ્થિત છે.

સબમરીનમાં કોણ સવાર હતા?

બ્રિટિશ-પાકિસ્તાની અબજોપતિ પ્રિન્સ દાઉદ (એંગ્લો કોર્પના ઉપાધ્યક્ષ) અને તેમના પુત્ર સુલેમાન, બ્રિટિશ અબજોપતિ હેમિશ હાર્ડિંગ, ફ્રેન્ચ પ્રવાસી પૌલ-હેનરી નરગીયોલેટ અને ઓસેનગેટના સીઈઓ સ્ટોકટન રશ સબમરીનમાં સવાર હતા.

ન્યૂઝ રિપોર્ટ્સ અનુસાર, ગુમ થયેલ ટાઇટેનિકમાં પાંચ લોકો હાજર છે. જેમાં એક બ્રિટિશ સાહિસક, એક ફ્રેન્ચ ડાઇવર, એક પાકિસ્તાની પિતા અને પુત્ર અને ટાઇટેનિકના ભંગાર માટે પ્રવાસનું સંચાલન કરતી કંપની ઓશનગેટ એક્સપિડિશન્સના સ્થાપક હાજર હતા. આ ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવાથી આ પાંચ મુસાફરોનાં મોતની આશંકા છે. કારણ કે આ પાંચેક દિવસનાં સમયગાળા દરમિયાન તેઓના કોઈ સગડ મળ્યા નથી. દરિયાની વચ્ચે આ પ્રકારે બચીને આટલો સમય પસાર કરવો લગભગ અશક્ય હોવાથી તેઓના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

કેનેડાના એક અધિકારીએ જણાવ્યું કે મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. MRCC (મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર) બોસ્ટન સબમરીન શોધ માટેના શક્ય તમામ પ્રયાસોને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું હતું.

આ પણ વાંચોઃ

શું કેન્દ્રીય કર્મચારીઓને લઘુતમ પેન્શન આપવાનો મોદી સરકારનો કોઈ વિચાર નથી? નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા

Join Us on Telegram: https://t.me/abpasmitaofficial     

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Embed widget