Trending: જાપાનમાં એક જ જગ્યા પર દેખાયો બરફ, રેત અને દરિયો, દુનિયાભરમાં વાયરલ થઇ આ તસવીર
તાજેતરમાં જ આવા એક હરવા ફરવાના શોખીને એક તસવીર કેપ્ચર કરી છે, જે પ્રકૃતિનો અદભૂત નજારો બતાવી રહી છે.
Trending News: દેશ-દુનિયામાં કેટલાય પ્રકારના રખડેલ લોકો રહે છે, જે હંમેશા નવી નવી જગ્યાઓ કે પછી પ્રકૃતિની વચ્ચે રહેવાનુ પસંદ કરે છે. આજકાલ સોશ્યલ મીડિયા પર ઘણીવાર એવી તસવીરો અને વીડિયો વાયરલ થઇ જાય છે, જે લોકો માટે ખરેખર અદભૂત હોય છે. હાલમાં આવી જ એક તસવીર ખુબ વાયરલ થઇ રહી છે, જે ઇન્ટરનેટ પર ટ્રેન્ડિંગ છે.....
તાજેતરમાં જ આવા એક હરવા ફરવાના શોખીને એક તસવીર કેપ્ચર કરી છે, જે પ્રકૃતિનો અદભૂત નજારો બતાવી રહી છે. હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફર હિસાએ એક તસવીર શેર કરી છે, જેમાં તમામે પોતાની તરફ મંત્રમુગ્ધ કરી દીધા છે. તસવીરમાં જ્યાં એકબાજુ ઉંચા પહાડો પર બરફની મોટી પરત દેખાઇ રહી છે, તો વળી બીજીબાજુ દરિયાની સાથે રેતનું મેદાન જોઇ શકાય છે. આ અનોખી તસવીરે સોશ્યલ મીડિયા પર સામે આવતાની સાથે જ ઝડપથી વાયરલ થઇ ગઇ છે. તસવીરોમાં પહાડો પર પડેલો બરફ અને રેતનીના સહારે લાગેલો દરિયાકિનારો દરેકને પોતાની તરફ ખેંચી રહ્યો છે.
View this post on Instagram
યૂનેસ્કૉએ જાહેર કર્યુ ગ્લૉબલ જિઓપાર્ક -
હાલમાં તસવીરમા સામે આવ્યા બાદ દરેક લોકો એ જ સવાલ કરી રહ્યાં છે તે જાપાનમાં આ જગ્યા ક્યાં છે. જેના જવાબમાં કેટલાય યૂઝર્સ બતાવી રહ્યાં છે કે આ દુર્લભ ઘટનાને સૈન'ઇન કેગન જિઓપાર્કમાં જોઇ શકાય છે. બતાવવામાં આવી રહ્યું છે કે, આને 2008માં જાપાની જિઓપાર્ક અને 2010 માં યૂનેસ્કો ગ્લૉબલ જિઓપાર્ક જાહેર કરવામાં આવ્યો હતો. યૂઝર્સ સતત આ તસવીર પર પોતાનુ દિલ હારતા દેખાઇ રહ્યાં છે. કેટલાય લોકો આને સપનાનો દેશ ગણાવી રહ્યાં છે, તો કેટલાક ત્યાં જવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યાં છે.