શોધખોળ કરો

‘મોદી પીએમ હશે ત્યાં સુધી ભારત પર હુમલો થશે તો અમેરિકા સાથ આપશે’: ડોનાલ્ડ ટ્રમ્પનું વચન

modi trump g7 bilateral meet: ફ્રાન્સમાં G7 સમિટ દરમિયાન પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત; પીએમ મોદીએ હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય ખલાસીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, ટ્રમ્પે આપ્યું મોટું આશ્વાસન.

modi trump g7 bilateral meet: ફ્રાન્સમાં ચાલી રહેલી G7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક ખૂબ જ મહત્વની બેઠક યોજાઈ હતી. આ મુલાકાતમાં ટ્રમ્પે ભારતને એક બહુ મોટું વચન આપતા કહ્યું છે કે, જ્યાં સુધી નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે, ત્યાં સુધી જો ભારત પર કોઈ હુમલો થશે તો અમેરિકા ચોક્કસ દખલ કરશે અને ભારતની પડખે ઊભું રહેશે. આ ઉપરાંત, બંને નેતાઓ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં ફરજ બજાવતા લાખો ભારતીય ખલાસીઓની સુરક્ષાને લઈને પણ ગંભીર ચર્ચા થઈ હતી.

બુધવારે (17 જૂન, 2026) સાંજે લગભગ 7:30 વાગ્યે ફ્રાન્સના એવિયન શહેરમાં G7 સમિટ દરમિયાન બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે આ દ્વિપક્ષીય બેઠક શરૂ થઈ હતી. આ બેઠક દરમિયાન ટ્રમ્પે ભારતને ભરોસો અપાવતા એક ઐતિહાસિક નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભલે બંને દેશો વચ્ચે યુદ્ધ કે સંરક્ષણને લઈને કોઈ લેખિત કરાર ન હોય, પણ જો મોદી પીએમ પદે હશે અને ભારત પર કોઈ આંચ આવશે, તો અમેરિકા કોઈપણ સંજોગોમાં ભારતની સાથે ખભેખભો મિલાવીને ઊભું રહેશે.

બીજી તરફ, આ મુલાકાત બાદ યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં પીએમ મોદીએ હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્રધુની) માં કામ કરતા લાખો ભારતીય ખલાસીઓની સુરક્ષાનો અગત્યનો મુદ્દો ઉઠાવ્યો હતો. નોંધનીય છે કે, તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાના હુમલામાં 3 ભારતીય ખલાસીઓના મોત થયા હતા.

આ પણ વાંચોઃ મેં 8 યુદ્ધો બંધ કરાવ્યા છે!' પીએમ મોદી સમક્ષ ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો ચોંકાવનારો દાવો

આ મામલે રાષ્ટ્રપતિ ટ્રમ્પે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, "મેં આ ઘટના વિશે સાંભળ્યું છે, આ ખરેખર એક ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ છે અને અમે આ બાબતે કામ કરી રહ્યા છીએ." પીએમ મોદીએ પણ ભારપૂર્વક જણાવ્યું કે દરિયામાં તૈનાત આપણા લાખો ખલાસીઓની સુરક્ષા આપણા માટે ખૂબ જ મહત્વની છે.

આ સાથે જ પીએમ મોદીએ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં અમેરિકા અને ઈરાન વચ્ચે જે પણ શાંતિ કરાર થાય, તેમાં આ ખલાસીઓની સુરક્ષાના મુદ્દાને ખાસ ધ્યાનમાં લેવામાં આવે અને તેને પ્રાથમિકતા આપવામાં આવે.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ગુંલાટ! ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, શરતો પૂરી નહીં થાય તો....

Frequently Asked Questions

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ક્યાં બેઠક યોજાઈ હતી?

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ફ્રાન્સના એવિયન શહેરમાં G7 સમિટ દરમિયાન દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને શું વચન આપ્યું હતું?

ટ્રમ્પે વચન આપ્યું હતું કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે, ત્યાં સુધી જો ભારત પર કોઈ હુમલો થશે તો અમેરિકા ચોક્કસ દખલ કરશે અને ભારતની પડખે ઊભું રહેશે.

આ બેઠકમાં ભારતીય ખલાસીઓની સુરક્ષા અંગે શું ચર્ચા થઈ?

બંને નેતાઓ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં ફરજ બજાવતા લાખો ભારતીય ખલાસીઓની સુરક્ષાને લઈને ગંભીર ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે ભાવિ શાંતિ કરારમાં આ મુદ્દાને પ્રાથમિકતા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Advertisement

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Embed widget