શોધખોળ કરો
Coronavirus: ટ્રમ્પનો આરોપ- ચીને મોતના આંકડામાં કરી હેરાફેરી, અમેરિકાથી વધારે લોકોના થયા છે મોત
ટ્રમ્પે ટ્વિટ કરીને લખ્યું, ચીને અદ્રશ્ય શત્રુથી થનારા મોતની સંખ્યા બમણી હોવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હી: દુનિયાનો સૌથી તાકતવર દેશ અમેરિકા હાલ કોરોના વાયરસની મહામારીથી પરેશાન છે. અમેરિકામાં 7 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. અત્યાર સુધીમાં 37 હજારથી વધુ લોકો આ સંક્રમણના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. દુનિયામાં થયેલા કુલ મોતમાંથી 24 ટકા મોત એકલા અમેરિકામાં થયા છે.
ટ્રમ્પે ટ્વિટ કરીને લખ્યું, ચીને અદ્રશ્ય શત્રુથી થનારા મોતની સંખ્યા બમણી હોવાની જાહેરાત કરી છે. જે અમેરિકાથી પણ ખૂબ વધારે છે અને ક્યાંય આસપાસ પણ નથી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દાવો છે કે મહામારીનો સૌથી ખરાબ સમય પસાર થઈ ચૂક્યો છે પરંતુ હોપકિંસ યૂનિવર્સિટીના આંકડા તેની પુષ્ટી નથી કરી રહ્યા. અત્યાર સુધીમાં દુનિયામાં અમેરિકા અંદર વધી રહેલા સંક્રમણના સૌથી વધુ કેસ સામે આવતા ટ્રમ્પે દેશમાં સૌથી વધુ પરિક્ષણ થતા હોવાની વાત કરી હતી, પરંતુ ઝડપથી થઈ રહેલા મોત પર તેમણે કોઈ ટિપ્પણી નહોતી કરી.
ચીનનો દાવો છે કે તેઓ કોરોના પર કાબૂ મેળવી ચુક્યા છે. વુહાનમાં 76 દિવસનું લોકડાઉન ખતમ થઈ ગયું છે. 10 એપ્રિલથી વુહાનમાં મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં 80% કામ શરૂ થઈ ચુક્યું છે. વુહાનમાં બધુ સામાન્ય ચાલતું હતું તે દરમિયાન ચીને વુહાનમાં કોરાનાથી મોતનો આંકડો વધારી દીધો. ચીનની સરકારી ટેલિવિઝન પર આની જાહેરાત કરાઈ હતી.
વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં કોરોનાથી મોતને ભેટનારા લોકોની સંખ્યા દોઢ લાખને પાર કરી ગઈ છે. જીવલેણ વાયરસના કારણે 1,54,126 લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 22 લાખને પાર કરી ગઈ છે. વિશ્વભરમાં સંક્રમિતોની સંખ્યા 22,48,330 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement