શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમેરિકન ડ્રોન હુમલામાં તહરિક-એ-તાલિબાનનો વડો માર્યો ગયો
લાહોરઃ અમેરિકાએ ઓસામા બિન લાદેશ બાદ તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાનના વડા મુલ્લા ફઝલુલ્લાને ડ્રોન હુમલામાં મારી નાખ્યો છે. અમેરિકાએ અફઘાનિસ્તાનના પૂર્વી કુનાર પ્રાન્તમાં આતંકી મુલ્લા ફઝલુલ્લાને નિશાન બનાવી ડ્રોન હુમલો કર્યો હતો. અમેરિકન સૈન્યએ એક અધિકારીને વોઇસ ઓફ અમેરિકાને આ ઘટનાની પુષ્ટી કરી હતી.
લેફ્ટિનન્ટ કર્નલ માર્ટિન ઓડોનેલે જણાવ્યું કે, અમેરિકન સૈન્યએ અફઘાનિસ્તાન પાકિસ્તાન બોર્ડ પર કુનાર પ્રાન્તમાં આતંકીઓના ખાત્મા માટે 13 જૂનથી અભિયાન ચલાવ્યું છે. આ અભિયાન હેઠળ ડ્રોન હુમલામાં ફઝલુલ્લાહને નિશાન બનાવવામાં આવ્યો હતો. અલ કાયદાના સાથી સંગઠન તહરીક-એ- તાલિબાને જ ફૈઝલ શહજાદન ટાઇમ્સ સ્ક્વેયર પર હુમલાની ટ્રેનિંગ આપી હતી.
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝએ ઓ ડોનેલને ટાંકીને લખ્યું કે, અમેરિકન સુરક્ષા દળો અફઘાન સરકાર દ્ધારા તાલિબાન સાથે કરવામાં આવેલા સંઘર્ષ વિરામનું પાલન કરી રહ્યા છે. જોકે, અમેરિકન મીડિયામાં આવેલા અહેવાલો પ્રમાણે, ફઝલુલ્લાહને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકાએ ફઝલુલ્લાહ પર 50 લાખ ડોલર એટલે કે 34 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. ફઝલુલ્લાહે વર્ષ 2010માં ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેરમાં કાર બોમ્બ વિસ્ફોટનો પણ પ્લાન બનાવ્યો હતો. તે સિવાય 2014માં પેશાવર આર્મી સ્કૂલ પર થયેલા હુમલામા પણ ફઝલુલ્લાહનો હાથ હતો. આ હુમલામાં 150 બાળકોના મોત થયા હતા. તહરિક-એ-તાબિલાન પાકિસ્તાનના વડા હકીમુલલ્લા મહસૂદ માર્યા ગયા બાદ વર્ષ 2013માં ફઝલુલ્લાને આતંકી સંગઠનનો વડો બન્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion