Uganda ISIS Attacked: યુગાન્ડામાં ISIS સાથે જોડાયેલા બંદૂકધારીઓએ સ્કૂલ પર કર્યો હુમલો, 25 વિદ્યાર્થીઓના મોત
Uganda: આફ્રિકન દેશ યુગાન્ડાના પશ્ચિમ ભાગમાં આવેલી એક શાળા પર ISIS સાથે જોડાયેલા બંદૂકધારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.
![Uganda ISIS Attacked: યુગાન્ડામાં ISIS સાથે જોડાયેલા બંદૂકધારીઓએ સ્કૂલ પર કર્યો હુમલો, 25 વિદ્યાર્થીઓના મોત Uganda ISIS Attacked: Gunmen linked to ISIS attack a school in Uganda, killing 25 students Uganda ISIS Attacked: યુગાન્ડામાં ISIS સાથે જોડાયેલા બંદૂકધારીઓએ સ્કૂલ પર કર્યો હુમલો, 25 વિદ્યાર્થીઓના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/104861417e4de0afb90d47017c43dcbb1686987562388723_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Uganda ISIS Attack: આફ્રિકન દેશ યુગાન્ડાના પશ્ચિમ ભાગમાં સ્થિત એક સ્કૂલ પર ISIS સાથે જોડાયેલા બંદૂકધારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં ઓછામાં ઓછા 25 વિદ્યાર્થીઓના મોત થયા હોવાના અહેવાલ છે. ઘટના 16મી જૂનની મોડી રાતની છે.
ADF rebels attacked a privately-owned school at Mpondwe in Kasese District in western Uganda, killing at least 25 students, injuring 8 and abducting several others 😭
— Roja Maibo (@rojamaibo) June 17, 2023
Pray for Kasese 🙏 pic.twitter.com/Vh0wOhk88I
યુગાન્ડા પોલીસ ફોર્સે માહિતી આપી હતી કે યુગાન્ડાના પશ્ચિમ ભાગમાં આવેલી એમપોંડવેમાં લુબિરા સેકન્ડરી સ્કૂલમાં થયેલા આતંકવાદી હુમલામાં 25 લોકો માર્યા ગયા હતા.
ઈસ્લામિક સ્ટેટ ગ્રુપ (ISIS) સાથે જોડાયેલા આતંકીઓએ આફ્રિકન દેશ યુગાન્ડામાં એક સ્કૂલ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન 25 વિદ્યાર્થીઓના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે 8 લોકોની હાલત નાજુક છે. 6 વિદ્યાર્થીઓ ગુમ છે. એવી આશંકા છે કે આ વિદ્યાર્થીઓનું અપહરણ કરવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે આ હુમલો ISIS સાથે જોડાયેલા એલાઈડ ડેમોક્રેટિક ફોર્સિસ (ADF) દ્વારા કરવામાં આવ્યો હતો.
. @FredEnanga1 "Last night, we registered a terrorist attack by the ADF rebels, on Lhubirira secondary school, in Mpondwe, that is located about 2 kms, from the DRC border. A dormitory was burnt and a food store looted. So far 25 bodies have been recovered from the school and… pic.twitter.com/3WVfY2q9lz
— Uganda Police Force (@PoliceUg) June 17, 2023
યુગાન્ડાની પોલીસે જણાવ્યું હતું કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી) બોર્ડરથી લગભગ 2 કિલોમીટર દૂર આવેલા એમપોંડવેમાં લુબિરા સેકન્ડરી સ્કૂલ પર શુક્રવારે રાત્રે ADF બળવાખોરોએ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ હોસ્ટેલને સળગાવી દીધી હતી અને ખાણીપીણીની દુકાનમાં લૂંટ ચલાવી હતી. શાળામાંથી અત્યાર સુધીમાં 25 મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે 8 ઘાયલ છે જેમને બાવેરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધી પોલીસે એ વાતનો ખુલાસો કર્યો નથી કે કેટલા વિદ્યાર્થીઓના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલા બાદ સૈનિકો અને પોલીસે આતંકવાદીઓનો પીછો કર્યો, પરંતુ આતંકવાદીઓ વિરુંગા નેશનલ પાર્ક તરફ ભાગવામાં સફળ થયા. પોલીસે કહ્યું કે અમે તેમના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)