UK: લંડનમાં પ્રદર્શન દરમિયાન ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના સમર્થકો વચ્ચે અથડામણ, બ્રિટિશ વડાપ્રધાને હમાસના સમર્થકોને ગણાવ્યા આતંકી
Israel Hamas War : વિશ્વભરમાં યુદ્ધ બાદથી સતત દેખાવો થઈ રહ્યા છે. કોઈ ઈઝરાયેલનું સમર્થન કરી રહ્યું છે તો કોઈ પેલેસ્ટાઈનના સમર્થનમાં ઊભું છે
Israel Hamas War : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ચાર દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. વિશ્વભરમાં યુદ્ધ બાદથી સતત દેખાવો થઈ રહ્યા છે. કોઈ ઈઝરાયેલનું સમર્થન કરી રહ્યું છે તો કોઈ પેલેસ્ટાઈનના સમર્થનમાં ઊભું છે. બ્રિટનમાં પણ યુદ્ધ બાદ બે જૂથો સામ સામે આવ્યા હતા. સોમવારે મોડી રાત્રે પેલેસ્ટાઇન અને ઇઝરાયલના સમર્થકો વચ્ચે અથડામણ થઇ હતી. આ ઘટના રાજધાની લંડનના હાઈ સ્ટ્રીટ કેન્સિંગ્ટન ટ્યુબ સ્ટેશન પર બની હતી.
London: Pro-Israeli, pro-Palestinian protestors clash amid conflict in Israel
— ANI Digital (@ani_digital) October 10, 2023
Read @ANI Story | https://t.co/VqiJRdyATw#London #HamasAttack #Israel pic.twitter.com/U35DwdUG1F
વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર, લંડનમાં વિવિધ સ્થળોએ પેલેસ્ટાઈન અને ઈઝરાયેલના સમર્થનમાં પ્રદર્શન થઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ પ્રદર્શનો હિંસક બની રહ્યા છે. સોમવારે સાંજે લગભગ છ વાગ્યે લંડનમાં ઇઝરાયેલી દૂતાવાસની બહાર મોટી ભીડ વધવા લાગી હતી. હજારો દેખાવકારો પેલેસ્ટાઈનના ધ્વજ લઈને ઈઝરાયેલ વિરુદ્ધ ધાર્મિક સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તો ત્યાં જ કેટલાક લોકોએ ઇઝરાયલ એમ્બેસી તરફ ફટાકડા ફોડવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ઈઝરાયેલ સમર્થકો અને પેલેસ્ટાઈન સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી.
Communists from the International Marxist Tendency protest outside the Israeli Embassy in London tonight in support of Palestine.
— Oli London (@OliLondonTV) October 9, 2023
They hold a banner reading:
“Are you a communist? Then get organized.” pic.twitter.com/1DnqkohtGa
પોલીસનું કહેવું છે કે અથડામણની માહિતી મળતાં જ અમે ત્યાં પહોંચી ગયા. અમે બંને જૂથના લોકોને અલગ કર્યા હતા. અમારી પ્રાથમિકતા વિસ્તારમાં શાંતિ જાળવવાની અને બને તેટલી વહેલી તકે તણાવનો અંત લાવવાની છે. મેટ્રોપોલિટન પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે બંને પક્ષો વચ્ચેની અથડામણ હવે સમાપ્ત થઈ ગઈ છે. ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
The people who support Hamas are fully responsible for this appalling attack.
— Rishi Sunak (@RishiSunak) October 9, 2023
They are not militants. They are not freedom fighters.
They are terrorists.
My message tonight from Finchley United Synagogue where I joined @chiefrabbi in vigil with local communities. pic.twitter.com/7eBJ6catbr
બ્રિટિશ વડાપ્રધાને હમાસ સમર્થકોને આતંકવાદી ગણાવ્યા
બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે હમાસનું સમર્થન કરનારા લોકોને આતંકવાદી ગણાવ્યા છે. સુનકે ટ્વીટ કર્યું કે જે લોકો હમાસને સમર્થન આપે છે તેઓ આ ભયાનક હુમલા માટે જવાબદાર છે. તેઓ આતંકવાદી છે. બ્રિટનના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને બ્રિટનની સડકો પર આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સનું આહવાન કર્યું હતું.