બ્રિટને 12-15 વર્ષનાં ટીનેજર્સ માટે Pfizer વેક્સિનને મંજૂરી આપી
2000થી વધુ કિશોર ઉપર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું હતું, જેમાં તેના પરિણામ ખૂબ જ સલામત જાણવા મળ્યા છે. બ્રિટન મેડિસન રેગ્યુલેટર ડૉ.જૂન રૈનનું કહેવું છે અનેક રિસર્ચ અને કલીનીકલ ટ્રાયલ કર્યા બાદ 12-15 વર્ષના લોકો માત્ર વેક્સિનના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે.
બ્રિટનના રેગ્યુલેટરે ફાઈઝર-બાયોએનટેકની તરફથી તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સિનને 12થી 15 વર્ષના છોકરાઓ માટે લગાવવાની મંજૂરી આપી છે. બ્રિટનના મેડિસન રેગ્યુલેટરએ તમામ રિવ્યૂ કર્યા બાદ ફાઈઝર કંપનીની વેક્સિનને 12-15 વર્ષના કિશોર - ટીનેજર્સ માટે મંજૂરી આપી હોવાનું ન્યુઝ એજન્સી AFPએ જણાવ્યું છે. અમેરિકા એન યુરોપીયન દેશોમાં અગાઉ જ મંજૂરી મળી ગયેલ છે.
2000થી વધુ કિશોર ઉપર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું હતું, જેમાં તેના પરિણામ ખૂબ જ સલામત જાણવા મળ્યા છે. બ્રિટન મેડિસન રેગ્યુલેટર ડૉ.જૂન રૈનનું કહેવું છે અનેક રિસર્ચ અને કલીનીકલ ટ્રાયલ કર્યા બાદ 12-15 વર્ષના લોકો માત્ર વેક્સિનના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે.
ફાઈઝર અને બાયોએનટેક કંપની દ્વારા બનાવવામાં આવેલ વેક્સિન હવે કિશોરોને દેવામાં આવશે. આ ઉપરાંત એસ્ત્રેજેનેકા પણ લંડન, ઓકસફોર્ડ, બ્રિસ્ટોલ અને સાઉથએમ્પ્ટમમાં 6 વર્ષ થી 17 વર્ષના લોકોને વેક્સિન ટ્રાયલ આપી રહી છે. બ્રિટનના રેગ્યુલેટરે ફાઈઝર-બાયોએનટેકની તરફથી તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સિનને 12થી 15 વર્ષના છોકરાઓ માટે લગાવવાની મંજૂરી આપી છે.
નોંધનીય છે કે યુરોપિયન મેડિસીન્સ એજન્સી (EMA) એ ગયા મહિનામાં જ 12 થી 15 વર્ષની વયના બાળકોને ફાઇઝર અને બાયોએનટેક દ્વારા વિકસિત કોરોનાવાયરસ રસી લગાવવાની ભલામણ કરી હતી. ફાઈઝર-બાયોનેટેકની રસી પ્રથમ 27 દેશોના યુરોપિયન યુનિયનમાં મંજૂર કરવામાં આવી હતી અને 16 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને ડિસેમ્બરમાં ઉપયોગ માટે પરવાનો આપ્યો હતો.
રસીની સમીક્ષા કરનારી EMA ના વડા માર્કો કેવલેરીએ જણાવ્યું હતું કે, " એક સુરક્ષિત અને અસરકારક રસીનું રક્ષણ કિશોર વર્ગને પૂરુ પાડવું મહામારી સામે લડાઈમાં એક મહત્વપૂર્ણ પગલું છે." તેમણે કહ્યું કે યૂરોપીય સંઘના નિયામકને બાળકો અને કિશોર માટે રસીના ઉપયોગને મંજૂરી આપવા માટે જરૂરી ડેટા મળ્યા હતા અને તેમને તે COVID-19 સામે ખૂબ અસરકારક હોવાનું જણાવ્યું છે.
બ્રિટન મેડિસન રેગ્યુલેટર ડૉ.જૂન રૈનનું કહેવું છે અનેક રિસર્ચ અને કલીનીકલ ટ્રાયલ કર્યા બાદ 12-15 વર્ષના લોકો માત્ર વેક્સિનના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે.