'હું ગદ્દાર નથી, રશિયા મને-મારા પરિવારને મારી નાંખશે, હું યૂક્રેન નહીં છોડુ'- કહીને રડી પડ્યાં વોલોદિમીર ઝેલેંન્સ્કી, Video મેસેજ વાયરલ
રશિયા યૂક્રેનની રાજધાની કીવને ઘેરવાની કોશિશમાં છે, ત્યારે આ બધુ જોયા બાદ વોલોદિમીર ઝેલેંન્સ્કી રડી પડ્યા છે અને તેમને એક ભાવુક વીડિયો શેર કર્યો છે.
Russia-Ukraine War: ગુરુવારથી રશિયાએ પાડોશી દેશ યૂક્રેન પર હુમલો કરી દીધો છે. બે દિવસમાં રશિયન સૈનિકો યૂક્રેનને લગભગ અડધાથી પણ વધુ રીતે તબાહ કરી ચૂક્યા છે. રશિયા અને યૂક્રેનની લડાઇ વર્ષો જુની છે, પરંતુ હવે આ હુમલા બાદ પણ વૈશ્વિક મહાસત્તાઓ યૂક્રેનને બચાવવા માટે નથી આવી રહી, ત્યારે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંન્સ્કી ભાવુક થઇ ગયા છે. રશિયન સેના દ્વારા દેશમાં કરવામાં આવતી તબાહી બાદ તેમન મદદ માટે અપીલ કરી છે.
Russia-Ukraine War વધુ તેજ થયું-
રશિયા યૂક્રેનની રાજધાની કીવને ઘેરવાની કોશિશમાં છે, ત્યારે આ બધુ જોયા બાદ વોલોદિમીર ઝેલેંન્સ્કી રડી પડ્યા છે અને તેમને એક ભાવુક વીડિયો શેર કર્યો છે. વીડિયો સંદેશમાં વોલોદિમીર ઝેલેંન્સ્કી તેમની પત્ની અને બાળકોની વાત કરતાં તેઓ નિરાધાર અને ભાવુક દેખાયા છે.
મને અને મારા પરિવાર, પત્ની-બાળકોને રશિયા મારી નાંખશે- વોલોદિમીર ઝેલેંન્સ્કી
વીડિયો સંદેશમાં વોલોદિમીર ઝેલેંન્સ્કી રડી પડ્યા છે, ભાવુક થઇને કહી રહ્યા છે કે, રશિયાના નિશાના પર સૌથી પહેલાં હું અને બીજા નંબર પર મારો પરિવાર છે. હું યૂક્રેનમાં છું. મારો પરિવાર યૂક્રેનમાં છે. મારા બાળકો યૂક્રેનમાં છે. તેઓ ગદ્દાર નથી…તેઓ યૂક્રેનના નાગરિક છે. અમે યૂક્રેન છોડીને ભાગીશુ નહીં. અમને મળતી માહિતી પ્રમાણે દુશ્મને મને પહેલો ટાર્ગેટ બનાવ્યો છે. મારો પરિવાર તેમનો બીજો ટાર્ગેટ છે. ઝેલેંન્સ્કીને યૂક્રેની અધિકારીઓને ચેતવણી આપી દીધી છે કે રશિયા રાજધાની કિવમાં ઘૂસી ચૂકયું છે.
President @ZelenskyyUa says he is staying in Ukraine. He says he has intel that he is Russia’s top target, and his family is target number 2 for Putin pic.twitter.com/pQcBEpV1b4
— Logan Ratick (@Logan_Ratick) February 24, 2022
આ પણ વાંચો..........
ICSI CS પરિણામ આજે થશે જાહેર, આ સાઇટ પર ચેક કરો રિઝલ્ટ
ગ્રેજ્યુએટ પાસ માટે આ સરકારી બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા બહાર પડી, મળશે 78000 રૂપિયાનો પગાર
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આ પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર
Rohit Sharma: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો
WhatsApp Group પર હાઇકોર્ટનો મોટો ચુકાદો- ‘તમામ મેસેજ માટે એડમિન જવાબદાર નહીં’