શોધખોળ કરો
Advertisement
ટ્રમ્પના નિર્ણય બાદ WHOનું ફંડિગ રોકાયું, UNએ કહ્યુ- વિવાદ માટે આ યોગ્ય સમય નથી
અમેરિકામાં એકવાર ફરી કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. અમેરિકામાં એક જ દિવસમાં લગભગ 27000 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 2403 લોકોના મોત થયા છે. આ સાથે અમેરિકામાં કોરોનાના કારણે થનારા મોતની સંખ્યા 26,047 થઇ ગઇ છે.
જિનેવાઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને આપનારા ફંડિંગ પર અનિશ્વિત સમય સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રમ્પનો આરોપ છે કે કોરોના વાયરસના કેસમાં ડબલ્યૂએચઓ સતત ચીનની તરફેણ કરી રહ્યું છે જેનાથી અમેરિકા સહિત પશ્વિમ દેશોને ખૂબ નુકસાન પહોંચ્યું છે. ટ્રમ્પના આ નિર્ણય પર સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ વિવાદ માટે આ સમય યોગ્ય નથી.
યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસે કહ્યું કે, આ પ્રકારના વિવાદો માટે આ યોગ્ય સમય નથી. જ્યારે ડબલ્યૂએચઓ મહામારીનો સામનો કરવામાં ખૂબ મહેનત કરી રહ્યુ છે. આ સમય એકતાનો છે. વૈશ્વિક સમુદાયે આ મહામારી સામે એક થઇ લડવું પડશે જેનાથી નુકસાન ઓછું કરી શકાય. જોકે, ડબલ્યૂએચઓ તરફથી ટ્રમ્પના આ નિર્ણય પર કોઇ સતાવાર પ્રતિક્રિયા આવી નથી.
નોંધનીય છે કે અમેરિકામાં એકવાર ફરી કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. અમેરિકામાં એક જ દિવસમાં લગભગ 27000 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 2403 લોકોના મોત થયા છે. આ સાથે અમેરિકામાં કોરોનાના કારણે થનારા મોતની સંખ્યા 26,047 થઇ ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement