શોધખોળ કરો
Advertisement
UNમાં સુષમાની ઝાંટકણી બાદ પાક. ની ધમકી, કહ્યું- હુમલો કરવાની ભૂલ ના કરે ભારત
નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિદેશમંત્રી સુષમા સ્વરાજની આકર ઝાંટકણી બાદ પાકિસ્તાન ગુસ્સે ભરાઈ ગયું છે. સમીસમી ગયેલા પાકિસ્તાને હવે જૂઠનું ઝેર ઓક્યું છે. અને જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. પાકિસ્તાને કહ્યું ભારત હુમલો કરવાની ભૂલ ના કરે નહીં તો પરીણામ ભોગવવું પડશે.
પાકિસ્તાન વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરતા કહ્યું કે, કાશ્મીરનો મુદ્દો 70 વર્ષથી માનવતા પર દાગ છે અને વણઉકેલ્યા વિવાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે કાયમી શાંતિ માટે અસર પડી રહી છે. કુરેશીએ કહ્યું, ભારત અમારી ધીરજતાની પરીક્ષા ના લે, ભારત જો હુમલો કરવાની ભૂલ કરશે તો તેને પરિણામ ભોગવવું પડશે. અમે પાકિસ્તાનની સાર્વભૌમત્વ નહીં કરીએ.
વિદેશ મંત્રીસ્તરની વાર્તા રદ્દ કરવા પર કુરેશીએ કહ્યું કે, પાકિસ્તાન ભારતની સાથે તમામ મુદ્દાઓ પર વાતચીત કરવા માંગતું હતું પરંતુ ભારતે ઘરેલુ રાજનીતિને પ્રાધાન્ય આપતા વાર્તા રદ્દ કરી દીધી હતી. સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી પાકિસ્તાને ફરી કાશ્મીરનો રાગ આલાપવા નથી ભૂલ્યું. કુરેશીએ પોતાના ભાષણમાં કહ્યું કે ‘ અમે ગંભીર અને વ્યાપક વાર્તા દ્વારા વિવાદોનું સમાધાન ઇચ્છીએ છે. જેમાં ચિંતાના તમામ મુદ્દાઓ સામેલ છે.’
ઉલ્લેખનીય છે કે,સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ)ના 73મા સત્રમાં શનિવારે સુષ્મા સ્વરાજે પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. એટલું જ નહીં તેમણે યુએનને સંબોધનમાં 9/11ના માસ્ટર માઈન્ડ ઓસામા-બિન-લાદેન અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સુષ્મા સ્વરાજે કહ્યું કે પાકિસ્તાન એવો પડોશી દેશ છે જેણે આતંકવાદ ફેલાવવાની સાથે પોતાનાં કર્મોને નકારવામાં પણ નિપુણતા મેળવી લીધી છે. તેમણે કહ્યું કે અમેરિકા પર હુમલો કરનાર 9/11નો માસ્ટર માઈન્ડ ઓસામા બિન લાદેન અહીં જ મળી આવ્યો હતો. તે તો માર્યો ગયો પરંતુ મુંબઈ હુમલાનો 26/11નો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ પાકિસ્તાનમાં હજી ખુલ્લો ફરી રહ્યો છે. રેલીઓ કરી રહ્યો છે, ચૂંટણી લડે છે અને ભારતને ધમકી આપી રહ્યો છે. સુષમાએ કહ્યું પાકિસ્તાનમાં આતંકી સ્વતંત્રતા સેનાની ગણવામાં આવે છે, પાકિસ્તાનની હરકતો રોકવામાં નહીં આવે તો આતંકવાદની આગમાં આખી દુનિયા સળગશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement